Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૨૪.' બુદ્ધિપ્રભા. આનંદ ભોગવી શકાય છે. આપણી માફક ત્યાં પણ મોટી ઉમ્મર થએ સ્ત્રીઓ શારીરિક રમતમાં બરાબર ભાગ લઈ નહિ શકવાથી, કસરત જોઈએ એવી મળી શકતી નથી. પરંતુ આ સઘળી બેડ નાય પૂરી પાડે છે. નાચમાં એક બે માણસો નહિ પણ અનેક ૫૦–૧૦૦ કે તેથી પણ વિશેષ માણસો એકજ વિશાળ ઓરડામાં હોય છે અને નાચમાં સ્ત્રીઓને જોઈતી પુરતી કસરત મળે છે. આપણે અહીં પણ તેવી કેઈ સવડ ગરબા ગાવામાં સ્ત્રીઓને મળી શકે છે. તેમાં મોટી ઉમ્મરની સ્ત્રીઓ ભાગ લઈ શકે અને એકાદ કલાક ગાવામાં કરવાથી શરીરને કસરત મળે છે. પણ હવે તેવા ગરબા પણ ઘણા ઓછા થઈ ગયા છે અને નવરાત્રિની ઋતુમાં પણ ખરાબર ગવાતા નથી, એ ઘણું દિલગીરીની વાત છે. આવા ગરબા પિળ કે ફળીઆમાંની સ્ત્રીઓએ ભેગા થઈ દર રા ગાવાથી કેટલીક કસરત મળી શકશે. ખુલ્લી હવામાં ફરવા જવાની તે જરૂર સર્વને છે જ. આપણા દેશમાં તે મેટી ઉમ્મરની સ્ત્રીઓની વાત બાજુ પર મૂકીએ અને નાની છોકરીઓ તરફજ જોઈએ તે જણાશે કે આપણા દેશની હાલની અધમ સ્થિતિ થવાનું એક કારણ નિર્બળ માતાઓ જ છે. છેકરી ૧૦ વર્ષની થતાં સુધી રમે છે, કુદે છે. પણ ૧૨ વર્ષની થવા આવી કે તેને આપણે રમવા કુદવા દેતા નથી. કેવી મેટી થઈ છે અને હજુ રમવાનું ન ગયું, એમ કહી તેને વઢીએ છીએ; અને સરખી ઉંમરની છોકરીઓ જોડે રમવા દેવાને બદલે મોટી ઉમરની સ્ત્રીએ જોડે બેસાડી દઈએ છીએ. આથી તે ગંભીર સ્વભાવની જાણે ઘરડી થઈ ન હોય એવી બની જાય છે. તેનું શરીર અને બાંધે મજબુત થવાને બદલે તે નિર્બળ થઈ જાય છે. અમેરિકામાં તેમ નથી. છેકરીઓ ૧૮-૨૦ વર્ષની થતાં સુધી તે તેઓ નાની હોય તેમ ફૂદે છે, રમે છે, દોડે છે અને માબાપ કે બીજું તેમને વઢતાં કે શીખામણ દેતાં નથી. પરણવું એ શું છે ? અને પતિ એ શું ચીજ છે? તેને તેમાંના ઘણાને ખાલજ હત નથી, આથી શારીરિક સંપત્તિ ઘણી મજબુત રહે છે. તેનાં મન પણું દૂર થાય છે, આજે એક યુરોપ અમેરિકાની સ્ત્રી તેમના પિતાના દેશમાં તે શું પણ પરદેશમાં પણ એકલી કેની પણ બીક સિવાય ફરી હરી શકે છે. અને તેના દેખાવ અને તેના મુખપરની દઢતા જોઈ તેના તરફ કઈ પણ નજર સરખી પણ નાખી શકતું નથી. જ્યારે આપણા દેશમાં સ્ત્રીઓ પોતાના જ દેશમાં પણ એકલી ૪૦-૫૦ માઇલ પણ પ્રવાસ કરી શકતી નથી. તે એકને એક ગામમાં પણ ફરતાં બીએ છે, તેનું શું કહેવું? આ સ્થિતિ સુધારવાને ઉપાય તે સ્વતંત્રતા આપવી એજ છે. આ બધા માટે સ્ત્રીઓને નાનપણમાં ચગ્ય કેળવણી મળવી જોઇએ. અને તે અમેરિકામાં આપવામાં આવે છે. સ્વતંત્રતા નાનપણથી જ છોકરીઓને આપવામાં આવે છે. અને તેને લીધે જ તેને દુરૂપયોગ થતું નથી. જે ચીજ આપણને મળી શકતી નથી તે મેળવવા માટે આપણને હદ ઉપરાંત ઈચ્છી રહે છે. એટલું જ નહિ પણ છેડા વખત માટે મળે તે તેને દુરુપયોગ પણ કરીએ છીએ. પરંતુ જે ચીજ આપણને મળી છે, હમેશને માટે આપણી જ છે એવી ખાત્રી હોય છે, તેને દુરૂપયોગ થતો નથી, તે જ રીતે આ સ્વતંત્રતાને દુરૂપયોગ બીલકુલ થતો નથી. એટલે કે આ સ્વતંત્રના મળવાથી તેને કેવી રીતે વાપરવી, તેનું તેમને અનુભવ સિદ્ધ જ્ઞાન નાની ઉમરથી મળે છે. તે ઉપરાંત શાળાઓના શિક્ષણમાં તેમને લાયકના વિષયે દાખલ કરી તેમને લાયક કેળવણી આપવામાં આવે છે. છોકરાઓ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34