Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ અમેરિકાની સ્ત્રીઓ અને તેમની કેળવણી. ૨૩ — પણ જાતનું કામ, મહેનત કરવા તૈયાર થાય છે. ખાણોમાંની મજુરી અને એવી કેટલીક બાબતે સિવાય કોઈ પણ લાઈન એવી નથી કે જેમાં સ્ત્રીઓ કામ કરતી ન હોય. તેમાં પણ કારકુનનું, પૈસાની આપલેના સંબંધનું, માલ વેચવા સંબંધીનું, માસ્તરનું, ડાકટરનું, દાયણનું, શીવણભરાવું, વિગેરે. તેમાં શિક્ષકનું કામ તે ઘણું જ સારું કરે છે. અમેરિકામાં શિક્ષક શબ્દ નારીજાતિમાં વપરાય છે. કેમકે શિક્ષકોમાં લગભગ ૮૦ ટકા સ્ત્રીઓ છે અને તે પણ કુંવારી સ્ત્રીઓ. આપણે અહીં પરણેલી કે વિધવા સ્ત્રીઓ જ શિક્ષક તરીકેના ધંધામાં જોડાય છે. જ્યારે અમેરિકામાં કુંવારી સ્ત્રીઓ અને કેટલીક વિધવાઓ એ ધંધામાં જોડાય છે. પરણે કે તરત તેને શિક્ષકમાંથી કમી કરવામાં આવે છે. કારણ કે તેને પિતાના ધણના આનંદને માટે વખત ગાળવાને હવાથી, તેમજ ટેકરા થાય ત્યારે તેમની પાછળ વિશેષ વખત ગાળવાને હેવાથીશિક્ષકનું કામ સારી રીતે કરી શકતી નથી. દરેક જગ્યાએ નવી જાતની શરૂઆતમાં અનેક પ્રકારના દોષે આવે છે. આપણે અહીં પણ કેળવણી વગેરેની બાબતમાં એમજ બન્યું છે-શરૂઆતમાં યુરોપ જઈ આવેલા આપણા દેશના માણસે ઉપર લકે બીલકુલ વિશ્વાસ મૂકી શકતા નહિ. આજે હવે તેઓ પાછા આવી કે ભેળા જોડાય છે, ને કે તેમના ઉપર વિશ્વાસ પણ મૂકે છે. રૂઆતમાં સ્વતંત્રતા મેળવનાર સ્ત્રીઓમાં વખતે સહેજ દોષ આવે તેથી સ્ત્રી જીત સ્વતંત્રતાને લાયક નથી, એમ માનવું એ ભૂલ છે. હવે આપણે અહીંજ અનેક કેળવાએલી સુશિક્ષિત સ્ત્રીઓ જોઈએ છીએ કે જેમને દાખલે સર્વ લઈ શકે. આવી કેળવાયેલી સ્ત્રીઓ પોતાના પતિના આનંદને માટે તદઉપરાંત મહેનત કરે છે. અને તેજ કારણથી, અમેરિકાના શાળા ખાતાએ પરણેલી સ્ત્રીઓને પિતાની નોકરીમાંથી બાતલ કરવાને ઠરાવ કરે છે. આ સઘળું તે તેમના સ્વાર્થના ધંધા માટે કહેવાયું. પણ તેઓ પરમાર્થ કે પરાર્થ પુષ્કળ સાધે છે. જેઓને પુરસદ મળે છે તેને બીજી પિતાને જેવી સ્ત્રીઓને સુધારવા માટે અનેક પ્રયત્ન આદરે છે. તેઓ મ્યુનિસિપાલિટી સભાસદ તરીકે ઘણું સારું કામ કરે છે. અને તેમને ખણખોતર કરવાને ચીકણે સ્વભાવ હોવાથી તેમને લીધે સ્વછતા ઘણું જ સારી રહે છે. તેઓ શાળાના બોર્ડમાં પણ હોય છે, અને તેમાં બાળકોની કેળવણુપર ધ્યાન આપે છે, એટલું જ નહિ પણ બાળકોની જરૂરીઆતે તેમજ ૫ શિક્ષા મેળવવા ઘણું મહેનત કરે છે. તેઓ વ્યવસ્થા જાળવવાની બાબતમાં પણ તેટલી જ હેશિયાર હેય છે. આજે ચીકાગોમાંની શાળાઓના સુપરિન્ટેન્ડેન્ટના એટલે આખા વડોદરા રાજ્યના વિધાધિકારીના કરતાં પણ વધારે મોટા હોદ્દા ઉપર મીસીસ યંગ નામની એક સ્ત્રી છે અને તેના જેટલું કામ આજ સુધીમાં થઈ ગયેલા અનેક પુરૂષે પણ કરી શક્યા નથી. આનંદનાં સાધન આ બધી મહેનતમાંથી પરવારતાં આનંદ મેળવવાને માટે અનેક સાધનો હોય છે. તેમાં નાટક, સંગીત, ચિત્ર, રંગવું, બૅલ, (નાચ) કલબે, પાટએ, વગેરે હોય છે. નાટકે અને સંગીત બીજાને સાંભળવામાં પણ આનંદ થાય છે. પરંતુ સંગીતમાં પિતે ભાગ લેવામાં પણ આનંદ રહે છે. સંગીત, ચિત્ર, નાચ વગેરેમાં જાતે ભાગ લઇ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34