Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૩૮૨ બુદ્ધિપ્રભા વાય નહિ. મનુષ્યને પ્રકૃતિ વિના ચાલે તેમ છેજ નહિ. કોઈ પણ કાર્યસિદ્ધિ ભવિતવ્ય તાના આધાર ઉપર નાંખી મનને કોઈ પણ જાતનું ક્રિયા વિનાનું બનાવી રાખો અને પછી પરિણામ જુએ કે શું આવે છે. આત્માની સાથે ઉધમ વળગેલ છે. મનુષ્યજ પ્રવૃત્તિ કરે છે એમ નથી પણ એક સૂમમાં સૂક્ષ્મ જીવથી માંડીને તે એક મોટા મોટા દેવ સુદ્ધાંત પ્રવૃત્તિ કરે છે. ખરેખર પ્રવૃત્તિ તે ત્યારેજ અટકે કે પૂર્ણત્વ પ્રાપ્તિ થાય એટલે કે સૂક્ષ્મ છવથી માંડીને એક મનુષ્ય સુધી સર્વ તેમજ દેવને પણ હજુ તેઓનો રસ્તે પૂર્ણ થશે હતો તેથી આગળને આગળ ચાલવાનું છે. અત્ર વિચાર થાય છે કે ત્યારે આપણે નિવૃત્તિના વિચારનો ઉપદેશ કેમ દેવામાં આવ્યો છે. ભાઈ એજ વિચાર અજ્ઞાનતાને સુચવે છે. નિવૃત્તિની ખરી વ્યાખ્ય હજુ સમજ્યા નથી. અત્રે જે નિવૃત્તિ વિષે ઉપદેશ છે તે વિશ્રાંતી લેવાને માટે છે. ધારો કે એક મનુષ્ય પથ્થર તેડવાનું કાર્ય કરતો હોય છે. હવે તેને થાકતો લાગે છે જ, તે વખતે તેને વિશ્રાંતી લેવાનું કહેવામાં આવે છે અને તે વિશ્રાંતી લે છે તેમજ તેને આગળ કાર્ય કરવામાં અધીક ઉત્સાહ તેમજ બળ મળે છે. તેવી જ રીતે આ બાબતમાં છે. આપણે ઘણું જ પ્રવૃત્તિ કરીને હજુ ઘણુંજ આગળ ચાલવાનું છે. હવે જે વિશ્રાંતી લેવામાં ન આવે તો આપણું આગળ ચાલવાનું બળ અટકી જાય છે. એક છોકરાને એક લેસન પુરૂ કરવાનું છે. હવે જે તે પુરૂ કરતો નથી ત્યાં સુધી તેને જપ વળતા નથી. પણ જે તે લેસનમાં સ્થળે સ્થળે જોઈતી વિશ્રાંતી લેતો નથી તે તે કદી પણ લેસન પુરૂ કરી શક્તા નથી. અર્થાત તેને તે આવડતું જ નથી એટલું નહિ પરંતુ તેમ કરતાં નિષ્ક્રીય થઈ જાય છે. અગર જે બીજા વિષય હાથ ધરી લે અથવા તેનાથી કાંતો થાય તે પણ તેનું કાર્ય સિદ્ધ થતું નથી એ લક્ષમાં રાખવું. તેમજ આપણે પણ સમજવાનું છે અને આમ હોઈ પ્રવૃત્તિના માર્ગમાં આપણને નિવૃત્તિની જરૂર છે પણ નિવૃત્તિના વિચારે આજે જગતને એ ખોટે ભાસ બેસાડી દીધો છે કે તેથી અત્યંત ડાની થતી નજરે પડે છે. સંસારમાંથી વિરકત થવું તે પણ કાંઈક આગળ વધવા માટે જ છે. એટલે તેમાં પણ પ્રવૃત્તિ લાગુજ છે. જ્યારે આવી રીતે વિરકતદશામાં પ્રવૃત્તિ છે તે વ્યવહાર એગ્ય ગૃસ્થ દશામાં પ્રવૃત્તિ કેમ ના હોય? આ ઉપરથી સમજાય છે કે પ્રકૃતિ એજ ઉન્નતિને માર્ગ છે અને વિશ્રાંતી અર્થે તેની સાથે નિવૃતિ જોડાયેલી છે. એટલે કે નિતિ પ્રવૃત્તિથી જુદી ફેઈ ચીજ જ નથી પણ પ્રવૃત્તિની અંદર જ તેને સમાવેશ કરવો યુગ્ય થઈ પડશે. મજુર તેની રોજીને માટે મજુરી કરે છે તોજ પૈસા પ્રાપ્ત કરી શકે છે. હવે જે તેને એમ કહેવામાં આવે કે તું આ વૈતરું કરવું છેડી દે તો પછી રાજ પેદા કયાંથી કરી શકે. ત્યારે હવે તેને બીજના આધાર ઉપર રહેવાની જરૂર પડે. એજ અમારી દશા, આવા જ વિચારને લઇ ભિક્ષુક વૃત્તિને પિષણ આપ્યું છે પણ ભાઈઓ તમે તે વિચારને ત્યાગ કરે. તપાસો કે આપણે કોઈ કાર્ય કરીએ છીએ તેમાં લાભ પ્રથમ જોઈએ છીએ. દાન આપવું તે એગ્ય છે. પણ જુઓ કે મુનિ મહારાજાએ આપણને બોધ આપે છે તેમજ જગતનું હિત સાધવા પ્રવૃત્તિ કરી રહ્યા છે તેને આપણે દાન આપીએ છીએ તે ઉત્તમોત્તમ દાન લેખાય છે. એવી જ રીતે તમે દાન આપે, દાન આપવાના નથી પણ પિલી વૃત્તિથી તે શું પરિણામ આવે છે તેનો વિચાર કરે. તેઓ ખાઈ પીને બેસી રહે છે તેથી તે જગતનું હિત સાધવાના માર્ગને તે કાંઈજ વિચાર કરતા નથી પણ જગતને ઉલટું અનીતિમાન ભિક્ષક વૃત્તિવાળું અને એવું જ ખરાબ પરિણામ ઉપ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32