Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ સ્વિકાર અને અવલોકન. ૩૮૫ અને રીપોર્ટમાં પણ વધારો કરવાની ઇચ્છા દર્શાવી છે. તે જ રીતે પુસ્તકોની સંખ્યા ૩૪૨૫ ઉપરથી ૪૭૨૨ ઉપર ગઈ છે જે આગલા વથી ૧૨૯૭નો વધારો બતાવે છે પણ કહેવું જોઈએ કે મુંબાઈ જેવા શહેર માટે અને ખાસ કરી સેંટ્રલ લાઈબ્રેરીના નામ પ્રમાણે તે સંખ્યા ધણજ નાની કહેવાય. વળી તેને લાભ જે પ્રમાણમાં લેવાય છે તે જોતાં કહેવું જોઈએ કે પુસ્તકોની તે સંખ્યામાં એકદમ વધારો કરવો જરૂરી છે. દરવર્ષે માત્ર એક હજારની કીંમતનાં પુસ્તકેજ ખરીદવા કમીટી ઠરાવ કરે છે એમ રીપોર્ટીથી જણાય છે પણ ગમે તે ભાગે થોડી જુદી ઉપજ (વધારે નહિ તે ૧૦ હજાર રૂપીઆની) કરી ૧-૨ વર્ષમાં તેટલી રકમનાં પુસ્તકો ખરીદવામાં આવશે. અને પછી દરવર્ષે ૧૦૦૦ ની રકમમાંથી નવાં પ્રગટ થતાં ખરીદ કરવામાં આવશે ત્યારેજ સેંટ્રલ લાઈબ્રેરીને યોગ્ય પુસ્તકો એકઠા થઈ શકશે. ડીપોઝીટ મુકી પુસ્તક ઘેર વાંચવા લઇ જનારાની સંખ્યા પ્રથમ વર્ષમાં ર૨૩૧ ની હતી જ્યારે બીજા વર્ષમાં પ૩૪૦ ની થઈ અને ત્રીજા વર્ષમાં ૧૦૮૨૮ ની થઈ. આ સંખ્યા તરફ નજર કરતાં જૈન ધર્મનાં અને ગુજરાતી, હિંદી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી એમ સર્વે મળી ૪રરે પુસ્તક શું હીસાબમાં ? હસ્ત લખીત અન્યો ચેકસ સરતોએ બહાર ગામ મેકલી શકાય તેવી ગોઠવણ કરી છે. એમ રીપોર્ટ ઉપરથી સમજાય છે. પુસતકો ઘેર વાંચવા લઈ જનાર ૧૦ ૦૨૮ ની સંખ્યામાં ૬૮૩૧ જનેતર છે જ્યારે ફક્ત ૩૦૮૭ જન છે. આ ઉપર જૈનોમાં વાંચન શેખ કેટલ કમતી છે તે સમજી શકાશે. રીપોર્ટમાં મુંબઈ શહેરની જન વસ્તીની ૨૦૮૬૦ ની સંખ્યામાં ભાગેલ ૧૧૬૨૭ તથા અભણ ૮૮૩૩ જેમાં અંગ્રેજી લખી વાંચી જાણનાર ૧૧દર જાવેલા છે તે જોતાં કેળવણીની બાબતમાં જન કામ ખુદ મુંબઈમાં પણ હજુ ઘણી પછાત છે એમ કહી શકાય. પુસ્તકાલય અને લાઈબ્રેરીની માફક પાઠશાળાને લાભ જનેતર વિધાથ કરતાં જન વિવાથી ઓછો લે છે તે માટે કોઈ સારો ઉપાય હાથ ધરી જૈન વિદ્યાર્થીઓને સંસ્કૃતના અભ્યાસ માટે લલચાવવા જોઈએ છે. | વાંચનારની દિનપરદિન વધતી જતી સંખ્યાને પહોંચી વળવા અને ખાસ કરી મુબાઈના જેને મુનિશ્રીના મહાન ઉપકારને કૃતાર્થ કરવા આ લાઈબ્રેરી માટે પાયધણી કે ભૂલેશ્વર જેવા વધારે સગવડવાળા સ્થાને એક ખાસ બીલ્ડીંગ થવાની જરૂર છે. અનુકૂળ સમયે જે તે કાર્ય હાથ ધરવામાં આવે તો આશા રાખી શકાય કે મુંબઈના જૈનો તેને ટેકો આપ્યા વિના રહેશે નહિ. રીપોર્ટ જોડે લાઈબ્રેરી સંબંધી આપવામાં આવતા લેખ માટે તેના ઉત્સાહી સેક્રેટ રીઓની પ્રતિ પ્રશંસનીય છે. ઝેર ઉતારવાના તાત્કાલિક ઉપાય.—સંગ્રહ કર્તા વ્યાસ શંકરલાલ મગનલાલ (નાંદોલ) આ નાનકડું પણ ઉપયોગી પુસ્તક છે; જેમાં ઝેરી જંતુઓ જેવા કે સાપ, વિંછી, ઉંદર, મધમાખ, કુતરું, વગેરેના કરડવાથી ચડતા ઝેરને ઉતારવાને સસ્તી અને દરેક નાના ગામડામાં મળી શકે તેવી દવાઓ અને ઉપાય બતાવ્યા છે, તથા અપી, પાર, વડતાલ, ઇત્યાદીના ઝેરને ઉતારવાના પણું ઉપાય બતાવ્યા છે. કદના પ્રમાણમાં કીંમત ૦-૪-૦ બહુ જણાય છે; પરંતુ બીજી આવૃત્તિ સારા કાગળ ઉપર સારી છપાઈથી બહાર પડે અને ૦-૧-૦ કીમત રખાય તે વધુ પ્રચાર થાય; અને તેમ કરવું પિસાય તેમ જણાય છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32