Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ વિહાર. ૩૭ ૨૩. અનુભવ કર્યા વિના અથવા તે યથાર્થ જાણ્યા વિના કોઈ પણ બાબતમાં પિતાને અભિપ્રાય દર્શાવવો નહિ. ૨૪. સમીપમાં રહેલાં શીંગડાવાળાં, નખવાળાં ને ડાઢવાળાં પ્રાણુઓને, દુર્જન, નદીઓનો અને સ્ત્રીઓને વિશ્વાસ નજ કરવો. ૨૫. રસ્તે સનતાં ચાલતાં ખાવું નહિ, બેલતાં બોલતાં હસવું નહિ, વાયલી વસ્તુને શેક કરવો નહિ અને પોતે કરેલું કામ કહી બતાવવું નહિ. ૨૬. પિતાને જે માણસને વિશ્વાસ ન હોય તેની પાસે ઉભા રહેવું નહિ. ૨૭. નિરન્તર છુપાઇને કોઇની વાર્તા સાંભળવી નહિ તેમજ નીચની નોકરી કરવી નહિ. ૨૮. મોટા પુરૂષોએ જે કામ પિતાની સાથે રહીને કરવાની ના કહી હોય તે કામ તેઓની સાથે રહીને કરવાની ઇચ્છા પણ કરવી નહિ. ૨. મનુષ્ય ક્ષણે ક્ષણે વિધા અને કણે કણે ધનને સંગ્રહ કરવો. ૩૦. વિદ્યા અને ધન મેળવવાની ઇચ્છાવાળા મનુષ્ય નિત્ય એક ક્ષણને તથા એક કણને પણ વ્યર્થ જવા દે નહિ. ૩૧. જેની સાથે ઉત્તમ મિત્રતા કરવાની ઈચ્છા હોય તેની પાસેથી પૈસા લેવાની ઇચ્છા કરવી નહિ, તથા તેની ગેરહાજરીમાં તેને ઘેર જવું નહિ, તથા તેની સ્ત્રી સાથે એકાંતમાં ભાષણ કરવું નહિ. તેને વારંવાર મળવું, તેને અનુકૂળ લાગે તેમ બોલવું, તેના કામમાં સહાયતા કરવી. અને આપત્તિના સમયમાં તેની સંભાળ લેવી. જે માણસ પોતાના અને માતપિતાના ગુણોથી પ્રખ્યાત હોય તેને ઉત્તમોત્તમ જાણું, જે કેવળ પિતાના ગુણેથી પ્રખ્યાત હોય તેને ઉત્તમ જાણ, જે પિતાના ગુણોથી પ્રખ્યાત હેય તેને મધ્યમ જાણો, જે માતાના ગુણોથી પ્રખ્યાત હોય તેને કનિષ્ઠ જાણુ, અને જે ભાઈના ગુણોથી પ્રખ્યાત હોય તેને અધમ જાણુ, જે પુરૂપ પિતાની પુત્રીના, સ્ત્રીના અથવા તે બહેનના ભાગ્યથી ભાગ્યશાળી ગણાતા હોય તેને અધમાધમ જાણ. ૩૩. બુદ્ધિમાન મનુષ્ય થોડા કારણે માટે અભિમાન કરી બહુ ધન ઉડાડી દેવું નહિ. विहार. તા. ૩–૨–૧૪ વાર શનિને દિને માણસા મુકામેથી શાઅવિશારદ જૈનાચાર્ય યોગનિક શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ પોતાના દશ શિષ્ય સાથે વિહાર કર્યો હતો. તે પ્રસંગે સકળ નગરવાસી શ્રાવક શ્રાવિકાઓએ સૂરિ દર્શનનો લાભ લીધો હતો. તેમજ ઈતર જનોએ પણ ઘણું લાંબી સંખ્યામાં હાજરી આપી હતી. નગર બાહર આચાર્ય મહારાજશ્રીએ આત્મહિત સંબંધી બોધ ઘણી સરસ રીતે આ હતો. જેથી કરી તાજપર ઘણી સરસ અસર થઈ હતી. અને પ્રસંગને અનુસરી ઘણું વ્રત પચ્ચખાણ પણ થવા પામ્યાં હતું. પશ્ચાત્ આચાર્ય મહારાજશ્રીની જય બોલાવી સર્વે જને પાછી વળ્યા હતા. તે પ્રસંગે ગામ રીદેરોલવાસી શ્રાવકવર્ગ આચાર્ય મહારાજશ્રીને વિનંત્યર્થે આવેલો તે તથા ભાણસાના કેટલાક ગૃહસ્થો સૂરીશ્વરજીની સાથે ગામ રીદિરોલ આવ્યા હતા. અત્રે ઉપાશ્રયની અંદર દહેરાસરનું કામ ચાલતું હોવાથી આચાર્ય મહારાજશ્રીને શેઠ રીખવદાસજીના

Loading...

Page Navigation
1 ... 29 30 31 32