________________
બુદ્ધિપ્રભા
સંસારની લહેરીને કહાવો લેવા ભાગ્યવંત બન્યા છે, તેઓ દરેકને પોતાના વ્યવહાર ઉપપિગમાં તેમજ જ્ઞાનની રેલં છેલમાં, એટલે કે સર્વ કાર્યમાં સ્મરણશક્તિની જરૂરીયાત જણાય છે. સ્મરણશક્તિના પ્રતાપથી આપણે સર્વ વસ્તુને સ્મરણમાં વા ધ્યાનમાં રાખી શકીએ છીએ. સાધારણ રીતે જે લોકો નજીવી વસ્તુને પણ ભૂલી જાય છે તે તે ગમાર વા મૂઢમાં ખપે છે અને તેવા થવાને કંઈ લેખકને હેતુ નથી પણું સ્મરણશક્તિની વૃદ્ધિ વિસ્મરણશક્તિના પ્રતાપે કેટલેક અંશે રહેલી છે. અને તેનાથી મળતા ગુણ રહેનો કે જેની શોધ સારૂ કાંઈ ખાણે દવાની નથી પણ અંતરમાં મલીનતાને લીધે પ્રકાશ નથી પામતા તેને દશ્યમાન શી રીતે કરે અને સાથી થાય છે તે બતાવવાને છે.
હે આર્ય! જે વસ્તુઓ આપણું હૃદયને ઉગમાં રાખે છે. ચિંતારૂપી ચીતામાં હેમે છે. જીવનરી તેડવા કારણ બને છે, તેવી બાબતોને વિસ્મરણ કરવ-ભૂલી જવી, મગજમાંથી દુર કરવી લાભદાયક છે. તે આપણને કોઈ પણ દિવસ સુખ આપનાર નથી. જેને આપણે દુખો, પરિતાપ, સંકટો કહીએ છીએ તે એજ છે. તેવા ક્રુર રાક્ષસેના પંજામાંથી છુટવું તેમજ આપણું ભવિષ્યના સુખને આધાર છે. ચિંતારૂપી ચીતા જે આપણું રૂધીરનું સદા પાન કરનાર છે તેમાંથી બચીએ છીએ અને આપણી મનુષ્યદેહરૂપી નૌકા સંસાર રૂપી સમુદ્રમાંથી દુઃખરૂપી ખડક સાથે અફળાયા વગર મેક્ષરૂપી ધામને પહોંચવાને શક્તિભાન થાય છે. તે ક્યારે બને કે જ્યારે પહેલા વિદને તરફ દુર્લક્ષ રહી આગળ વધીએ તોજ. ત્યારે આ ઉપરથી અમારા વાંચક સમજી શક્યા હશે કે જેટલે દરજજે સ્મરણશક્તિની આવશ્યકતા રહેલી છે, તેટલેજ દરજજે વિસ્મરણની પણ આવશ્યકતા રહેલી છે. વળી વિસ્મરણથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. મન ચંચળ અને સ્તુતિમાં રહે છે. કેટલીક વખતે આપણું સગાવહાલા આપણુ મિત્રો કે સંબંધીઓ કાંઈક કારણસર કટુ વચન બોલે છે વા ક્રોધમાં આવી જઈ ન બોલવાનું બલી જાય છે તે સાધારણ રીતે આપણા મનમાં તેનું કોઈ પણ રીતે વેર લેવાનું મન થાય છે અને રાત્રિ દિવસ તેના રચવામાં–મગજ મલીન વિચારો કરવામાં ગુંચાય છે અને વખત આવે, લાગ ફાવે તેનું કાસળ કાઢવા પ્રેરે છે. પણ આ આપણું અજ્ઞાન છે. આપણે સામાનું ખરાબ કરવા જતાં આપણે પોતાનું ખરાબ કરીએ છીએ અને વહેતા સુખના નિર્મળ ઝરાને આપણે જ બંધ કરીએ છીએ.
. જેવી રીતે કોઈ ખેડૂત બીજ જમીનમાં વાવે તો તેને સારું યા નરસું ફળ મળ્યા વગર રહેતું નથી. તેવી જ રીતે આપણે જે વિચારો કરીએ છીએ તેના પ્રમાણમાં જ આપણને સારા વા નરસાં ફળ મળે છે અને તે જ પ્રમાણે ભવિષ્યમાં સુખ પ્રાપ્ત કરીએ છીએ, અને તે જ પ્રમાણે દુનિયામાં પ્રકાશ પામીએ છીએઃ વળી હે આર્ય! તું યાદ રાખજે કે સામા માણસે ગમે તેટલું ખરાબ કર્યું હોય તે પણ કોઈ પણ દિવસ વેર લેવાના વિચારા કરવા નહિ. જે વિચારે નહિ થાય તે પછી આચાર થવા કોઈ પણ દિવસ સંભવતું નથી. માટે જે સામાનું વેર લેવું હોય તે તેનાં કરેલાં કૃ તરફ દુર્લક્ષ રહી, તેના તરફ સારા વિચાર ફેંક, તેમજ તેને જે ભૂલ કરી છે તેનું તેને ભાન થાય તેવા સજજડ વિચારો નાખ. આ રીતે સામો માણસ પોતાની ભૂલને લીધે પસ્તાશે અને તે ફરીથી ન થાય તે માટે સાવચેતી રાખતાં શીખશે. વેર લેવાને આ સર્વથી સારો અને બન્ને પક્ષને લાભદાયક માર્ગ છે. જે આ પ્રમાણે નહિ થાય તે એક એક મલિન વિચારોથી ત્યાં તુમુલ યુદ્ધ જામશે અને બન્ને ખૂવાર થશે. માટે તે આર્ય! તું સમજી શકે હઈશ.