Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૩૯ બુદ્ધિપ્રભા. जीवने उपदेश. (અનુવાદક-પૂર્ણચંદ્ર શર્મા.) નિત. ૧ નિત. ૨ (જીવડા જે જાગી જે જાગી એ રાહ. ) રામ નામ ધન રળ તું નિત નિત રામ નામ ધન રળ તું. એ ધન અચળ સહુ સુખદાતા, દુષ્ટ કર્મસદ દાળ તું; અનર્થહારી અભયકારી એ, ફૂલવાડી સમ ફળ તું. માયિક માયાની મૂછમાં, તલભર નહીં ટળવળ તું; દુર્ગતિદાયક લેશ ન લાયક, ચકિત થઈ નવ ચળ તું. પ્રાસંકટો વેઠ પણ તે, મરછસર નથી મળતું; મળે કદી તે તેના મદમાં, રહે મન રાજ રળતું. બુદ્ધિ બગાડે ભૂતિ ભગાડે, વૈર જગાડે વધતું; ભવ ભ્રમણાનું લપ વળગાડે, તેથી આગે ટળ તું. ચિદાનંદધન પ્રભુ ચેતન ઘન, હાથ થવા હિત હળ તું; એજ પ્રાપ્તિમાં પૂર્ણ ચંદ્ર ધર, અહનિશ ટેક અટલ તું. નિત નિત. ૪ નિત. ૫. धूर्त गुरुओनो गोटाळो. (અનુવાદક-પૂર્ણચંદ્ર શર્મા.) આવી, ૧ (માન માયાના કરનારારે એ રાહ.) ધર્તિ ગુરૂઓએ બંધ મથાવરે, આવી અવદશા આ દેશને અપાવી; ધર્મ હાને ધતિંગ ચલાવીર, આવી – ભરમાવી ભોળા જનેને ભમાવી, ઠાઠ સહિત વાત ઠસાવી; સ્વાર્થ પિતાને સાધે સદાએ, ફંદાની મધ્યે ફસાવી. શાસ્ત્ર સાથે શત્રુતા ધરાવી, અશાસ્ત્રની લીલામાં લગની લગાવી; દુનિયાને દાટ વળાથે દુષ્ટએ, ઈર્ષ્યાગ્નિને સળગાવીરે. સ્વદેશભક્તિ ભુલાવી સ્વભક્તિને, પૂરણ પાઠ પઢાવી; શૂરવીરતાને વંશ કહાડ સમૂળગો, બોધવડે બાયલા બનાવીર. કામ કેપ કુડ લોભ કપટના જે કદી, તે શુભવાબ્ધિ દે તરાવી? પોતે બડે ને પરને બુડાડે, દુષ્ટ માર્ગ માહે દેરાવી. દેશ અને દેહનું કલ્યાણ કરવાની ઇચ્છા ન ઉરમાંહે આવી; પૂર્ણચંદ્ર કહે એવા પિટભરાઓએ, જનનીની રૂખ લજાવીરે. આવી. ૨ આવી. છે. આવી. ૪ આવી. ૫

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32