Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ સસનગમ. सोनेरी खिखामणो. (સંગ્રાહક સદગત-દિલખુશ જી. શાહ-માણેકપુર) (સંધાન ગત અંક પૂછ ૩૫૧. ) (૩૪) ત્રણે લોકમાં ધર્મજ વિજય આપનારે છે. માટે અર્થ અને કામ પણ ધર્મ વડે જ કરવાં જોઈએ. (૫) સત્યતા સમાન બીજે ધર્મ નથી. (૩૬) દરીદ્રી લોકોનું પાલન કરે પણ ધનવંતને ધન આપતા નહિ. (૩૭) મનુષ્ય પોતાનાં સારાં ખોટાં આચરણ દ્વારા જ ઉચ્ચતાને અથવા નીચતાને પ્રાપ્ત થાય છે. (૩૮) શરીર અને ગુસ્સો વચ્ચે ઘણુજ છેટું અને જુદાપણું છે. (૩૮) સુખનું મૂળ સંતોષ અને દુઃખનું મૂળ અસંતોષ છે. (૪૦) શરીર સુખ અને દુઃખ એ બન્નેને રહેવાનું સ્થાનક છે. (૪૧) તૃષ્ણાથી દુઃખને છેડે નથી અને અસંતોષથી સુખને છેડે નથી. (૪૨) ઇદ્રિને નિગ્રહ એજ મહાદને પ્રાપ્ત કરાવે છે. (૪૩) ઈન્દ્રિયોને નિરોધ, રાગદ્વેષને ક્ષય અને જીવ માત્રની હિંસા ન કરવી એ અમુ ૯ય ગુણે વડે મનુષ્ય મોક્ષને પામે છે. (૪૪) શુભધર્માચરણ કરનાર મનુષ્યને જ જન્મ સરળ છે. (૪૫) જ્ઞાની પુરૂષ કોઇ માણસને હાથ પકડીને પરાણે ધર્મ કરાવી શકે નહિ પરંતુ તેઓના ઉપદેશથીજ લેકે પિતાની મેળે ધર્મમાં પ્રવર્તે છે. (૪૬) ધર્મમાં પ્રીતિવાળો મનુષ્ય સદગતિને પામે છે. (૪૭) વિદ્યાના સમાન ચહ્યું નથી અને વિષયાસક્તિ જેવું દુખ નથી. (૪૮) ક્ષમા એજ શ્રેઇ બળ અને સત્ય એ શ્રેષ્ઠ વત છે. (૪) બુમાન પુરૂ દુઃખ અને સુખ તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે. (૫૦) પરમ કલ્યાણને આપનાર માત્ર ધર્મજ, પરમ શક્તિને આપનાર માત્ર ક્ષમાજ, પૂર્ણ પ્તિને આપનાર માત્ર વિવાજ, અને સુખને આપનાર માત્ર આહંસા જ છે. सत्समागम. (સં. સદગત ડી. જી. શાહ-માણેકપુર.) ( વિવિધ વિદ્વાનોનાં સુવાક્ય.) –હલકા આદમીના સંગથી બુદ્ધિ અર્ધગતિને પામે છે, સરખે સરખાની સંગતથી બુદ્ધિ સરખી રહે છે, અને મહાપુરૂષના સમાગમથી બુદ્ધિ ઉતમ થાય છે. (પંચ તંત્ર) –મૂર્ણ પુરૂષોને સમાગમ મોજ જાળનેજ ઉત્પન્ન કરે છે, અને સાધુ પુરૂષોનો સમાગામ દિનપ્રતિદિન ધર્મને જ ઉપજાવનાર છે. (નીતિ શાસ) –-ધર્મ અને સુખ સંપાદન કરવા માટે પુરૂષોનો સમાગમ કરવો જોઈએ કારણ કે સરોને સમાગમ કરવાથી પિતાની શોભામાં વધારો થયો છે. (શુક્ર નીતિ.) -આ સંસારરૂપી કડવા વૃક્ષમાં બે કુળ અમૃત જેવાં છે. એક તે રસયુકત મધુર વચન, અને બીજું સત્પની સંગતિ (ચાણક્ય નીતિ.) -

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32