Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૩૮૪ બુદિષભા. નવરા જરા બેસે નહિ કરતા રહે કાર્યો સદા, નીજ કાર્યના યોગી બની જીવન વહે સધળું ખુદા; વૃિત્તિના પંથે પ્રવૃત્તિ આદરો ઝટ આદરે; આળસ્ય નિંદા ત્યાગીને શુભ કાર્યની કીંમત કરો. બોલે હદયનાં બારણું તે ભૂમીની શુદ્ધિ કરે, વા મઝાનાં બીજ તેમાં ઉગશે નિશ્વય ધરે; નિષ્કામ કરણી કીજીએ મન રીજીએ નહિ ખીએ, બુધ્ધબ્ધિ શુભ પ્રવૃત્તિમાં નિવૃત્તિ લક્ષ્મજ લીજીએ. તેઓ કહે છે કે જે કર્યા વિના ચાલે તેમ નથી અને તે કરવાને તમે અધિકારી છે અથવા તો જે તમારા અધિકારમાં છે તેવું કૃત્ય કરવું એજ સદા સત્ય છે. તમે પ્રવૃત્તિમાં રાચી રહી સદા આગળ વધો. નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે એ વાત નિશ્ચય સ્વીકારે. અને તે વિષે મનમાં કોઈ પણ જાતની શંકાને સ્થાન ન આપે. જો તમે કોઈ પણ જાતનું કામ કરવા ઈચ્છતા ન હો અર્થાત્ અક્રીય બનવા ઇચ્છતા હતો પ્રવૃત્તિ કરે. બાકી પ્રવૃત્તિને તજી દીધાથી તે તમારા અધિકારની વાત નથી એમ હોઈ છતમાં નિશ્ચય પાછા પડશે અર્થાત્ તમે અક્રીય બનવા ઇચ્છે છે પણ જે હમણુજ અકય બનશે તો તમે જે સ્થિતિના ઈછક છે તે વસ્તુ પ્રાપ્ત કરી શકે તેમ નથી. હાલ તો તમારે પ્રવૃત્તિજ કરવાની છે. વખત થએ તેઓ નિષ્ક્રીય થઈ શકશે પણ પ્રવૃત્તિને સેવીનેજ, માટે પ્રવૃત્તિને આદરીને જ નિવૃત્તિની આશા કરે. જેમ એક કાંટો વાગ્યે હે ય તો તે બીજા કાંટા વતી કાઢી શકાય છે અને તે બને કાંટા નકામા ગણું ફેંકી દેવામાં આવે તેમજ અશુભ પ્રવૃત્તિને શુભ પ્રવૃત્તિથી હરી અને પછી શુભ પ્રવૃત્તિને નકામી ગણી ફેકી દેશે તે તે કાર્ય થઈ શકે તેમ માટે તે પ્રમાણે હાલ તે પ્રવૃત્તિનું જ જીવન ધરો. નિવૃત્તિ મેળવવાનું લોબિન્દુ હૃદયમાં પ્રવૃત્તિને સ્થાપે તે પ્રમાણે જ પગલાં ભરો. હે ભાઈઓ એ રીતે આગળને આગળ વધે અને એ પીઓ, મનુષ્ય એ જગતમાં પવીરૂપ છે. પ્રકૃતિનાં કાર્યો કરી સુખડાં અર્થાત્ સુખને મેળવે. કઈ પણ વખત નવરા બેસી રહે પણ સદા કાજ કરત રહે. પિતાના કાર્ય કરવામાં રાગી બનો અને એજ પ્રમાણે તમારા જીવનને વહેવા દે. નિવૃત્તિ મેળવવાને અર્થે પ્રવૃત્તિનેજ આદરી. આ ક્ષણે જ તેને આદર. આળસ્ય અને નિંદાને ત્યાગ કરીને શુભ કાર્યની કીંમત કરો. હદયનાં બારણું ખેલે અને હદય ભૂમિને સ્વચ્છ બનાવો અર્થાત વિચાર નિર્મળ કરો. જેવાં બીજ વાવશે તેવાં જ ફળ મળશે માટે મજાનાં બીજ વાવી અર્થાત્ વિચારરૂપ બીજ ઉપજાવી નિર્દોષજ વાવી તેનાં તેવાં ઉત્તમ ફળને મેળવે. કોઈ પણ જાતની અર્થ વિનાની કરણી કરો અને મનમાં સદા પ્રસન્ન રહે. તમે કદાપી પણ ખીજાઓ નહિ અર્થાત કોઈ ઉપર દેવ ધરો નહિ. બુદ્ધિના નીધાન એવા બુદ્ધિસાગર સૂરિજી કહે છે કે શુભ પ્રવૃત્તિ કરવામાં અંતે નિવૃત્તિ જ મળશે એ ન સ લ છે રાખી અને પ્રવૃત્તિને આદરે. પ્રીય વાંચક ! ઉપરનો બોધ લક્ષમાં લો. તેનું મનન કરો અને પ્રવૃત્તિને જ આદર અત્ર મહારાજશ્રી નિવૃત્તિને અર્થ નિષ્ક્રીય થવું એ સ્વીકારે છે. મેં જે શબ્દ પ્રથમ નિવૃત્તિ વાપર્યો છે તે નિષ્ક્રીય થવું તેમ નહિ પણ વિશ્રાંતી લેવો એ દર્શાવેલ છે. આ ખુલાસે લખવાનું કારણ એ કે વાંચક તેથી જુદા ભાવને ગ્રહણ કરી લે નહિ,

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32