Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 2
________________ મળવાલાએ શું કરવું જોઈએ ! ફરે છે રૂપ પિતાનું, ઘણા સંગ પામીને જુવે તે તે ઠરે સ્થાને, અનુભવ ગુરૂ સે. અનંતાં પક્ષીઓનો આ, જગતને બાગ દેખાતે; બુદ્ધયબ્ધિ સદ્દગુરૂસગે, જણાતું પક્ષી અગ્નમાં સાણંદ–વૈશાખ સુદિ ૨ સં. ૧૯૬૯ મા. ૧૦ केळवाएलाओए शुं कर जोइए ? હાલમાં કેળવાએલા મનુષ્ય તરફ જુના વિચારની અરૂચિ થવા લાગી છે તેનું કારણ કેળવણી નથી. કેળવણું કદિ દેવ પાત્ર દસ્તી નથી, હાલમાં જે કેળવણી અપાય છે તેમાં સુધારા વધારાની જરૂર છે–ફક્ત ભાષાના ભણતરથી કેળવાયેલામાં કોઈ વ્યક્તિ ગણી શકાય નહી. ભાષા એ સમજણુનું સાધન છે. વિચારોની આપલેમાં ભાષા એક નિમિત્તકારણ છે. ભાષાના પાબ્દના જ્ઞાનથી ભાષાશાસ્ત્રીમાં ગણના થઈ શકે પણ તેથી વાસ્તવિક કેળવણી લીધી એમ માની શકાય નહિ-ત્રણ ચાર ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે કેળવાયેલામાં પોતાની ગણના થઈ ચૂકી એમ માનીને જેઓ અહંવૃત્તિના અશ્વપર બેસી જગતની મુસાફરી કરે છે તેઓ ખરી કેળવણીથી અજ્ઞાત રહે છે. કેળવાયેલ કે ગણી શકાય તેને અલ્પ વિચાર કરી મુખ્ય વિષયને હાથમાં ધરવામાં આવશે. જે દુનિયાની શાળાના પદાર્થોને અનુભવ ગ્રહણ કરે છે અને જેઓ ભાવાદિ કાર વડે અનેક જ્ઞાનીઓના વિચારોને જાણું શકે છે અને પિતાની તથા અન્ય મનુષ્યની મન-વાણું અને કાયાને સુધારી પ્રગતિમાર્ગમાં વહેવા વિવેક બુદ્ધિને આગળ કરીને ચાલે છે. તે કેળવાયેલો છે એમ સમજવું. ગમેતે ભાષાના જ્ઞાનથી ગમેતે ભાષામાં રચાયેલાં ઉત્તમ પુરત કેને વાંચી શકાય છે અને તે દ્વારા શુભ વિચારે અને શુભાચારનું જ્ઞાન થાય છે અને દુનિયાને તથા પિતાને સુખની પ્રાપ્તિનાં સાધનો માટે ઉપયોગી વિચારે જણાવી શકાય છે અને પિતાની શક્તિને ખીલવવા પ્રયતન કરાય છે એજ ખરીદળવણીની દિશા છે. સંસ્કૃત, ગુજરાતી, હિન્દુ સ્તાની, ઈગ્લીશ, ફ્રેન્ચ, સાટિન, ઉદુ, અરબી વગેરે ગમે તે ભાષાના શબ્દનું અધ્યયન કરીને તે ભાષામાં જણાવેલા વિદ્વાનોના સુવિચારોને અને સમાચારને તે આચારમાં મૂકવા દેશ-કાલને અનુસરી પોતાના અધિકાર પ્રમાણે મન-વાણી--કાયાથી જે પ્રયત્ન કરે છે તે કેળવાયેલ ગણાય છે. શબ્દ અને ભાષાની મારામારીમાં સુવિચાર, સદાચાર અને પ્રગતિના વિચારોને જે દેશવટો આપીને અયોગ્ય આચારો અને અયોગ્ય વિચારથી વર્તન ચલાવે છે તે ફક્ત ઇંગ્લીશ સંસ્કૃત આદિ ભાષાના જ્ઞાનથી કેળવાયેલ ગણાય નહી. સદવિચારો અને સદાચારોથી જે મન-વાણી અને કાયાને કેળવે છે તે ખરી કેળ વણીના ભાગમાં વિચરે છે એમ અવધવું– નીચે પ્રમાણે વર્તવાથી પિતાને કેળવી શકાય છેકેળવણીની ઈચ્છા રાખનારે ગમે તે ભાષાના પુસ્તકમાંથી સત્યવિચારોને તારવીને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કર-ગમે તે ભાષામાં સારા અને નઠારાં પુસ્તક હોય છે. તેથી પ્રથમ શુભ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 35