Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ ૧૦૦ જેઓના મનમાં અને વાણીમાં નિદરૂપ વિકાને વાસ સદાકાળ રહે છે તેઓ પણ પોતાના મનની શાંતિને જાળવી શકતા નથી અને દુનિયાના મનુષ્યોને પણ અશાન્ત બનાવે છે. જેઓ ધમધપણુથી અલ્લાઉદીન બાદશાહની પેઠે અન્ય ધર્મવાળાઓને મારી નાખવા પ્રયત્ન કરે છે અને તેઓનું નિકંદન કરવા પ્રયત્ન કરે છે તેઓ પણ શાનદશાને ધારણ કરી શકતા નથી અને અન્યને પણ સ્વધર્મની શાન દશા અપી શકતા નથી. જેઓ વિચાર કર્યા વિના કઈ પણ કલેશની બાબતમાં કુદી પડે છે તેઓ પણ શાન્ત દશાના અધિકારી બની શકતા નથી. જેઓ વૈરને હદયમાં ધારણ કરીને પિતાના શત્રુઓનું બુરું કરવા હિંસા વગેરેના અશુભ વિચારો કરે છે તેઓ પણ હદયમાં શાન દશા ધારણ કરી શકતા નથી અને વૈરની ભાવનાથી પોતે સદાકાળ અશાન રહે છે. અનેક મનુષ્યોને અશાના માર્ગમાં તેઓ પાડે છે. કેટલાક તોડફોડના વિચારોથી ધર્મની–ાતિની અને દેશની ઉન્નતિ ઈ છે તેઓ કુમતિના યોગે ખરાબ વિચાર કરી અશાન રહે છે અને તેઓ જગતની શાનિન તથા ઉન્નતિ સાધી શકતા નથી. અશાન્ત દશાથી કોઈ પણ મનુષ્ય પોતાના ધર્મની ઉન્નતિ કરવા સમર્થ થતો નથી મારામારી ગાળવાળા કરીને કોઈ મનુષ્ય પોતાના ધર્મને પાયા મજબુત જગમાં નાખી શકતા નથી. શ્રી મહાવીર પ્રભુ ક્ષાયિકભાવે શાન્ત હતા તેથી તેમણે જૈનધર્મનો જગમાં મજબુત પાયો નાખ્યો અને તેથી જૈનધર્મ જગી અશાંતિને હરે છે અને સર્વ મનુષ્યોના હૃદયમાં શાંતિ સ્થાપી શકે છે. શાતિના વાહકે રાજ્યની જેવી ઝાઝલાલી પ્રવર્તાવી શકે છે તે પ્રમાણે અશાન્નિધારક પતિથી કંઈ પણ બની શકતું નથી. મગજની શાન્તિ જાળવીને વ્યાપાર આદિ કરનારાઓ જે પિતાના કાર્યમાં લાભ મેળવી શકે છે તેવા પ્રકારનો લાભ અશાન્ત મનુષ્ય પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં મગજને ખૂબ શાન કરવાની આવશ્યકતા છે. મગજને શાન કરીને કેાઈ પણ કાર્યની લાભ હાનિનો વિચાર કરવો જોઈએ. શાન્તદશાને ધારણ કરનારા મનુ પ્રથમ તે શકિતહીન જેવા અશાત મનુષ્યોના મનમાં ભાસે છે પણ પશ્વાત તેઓની ઉત્તમ શક્તિની પ્રતિભા અન્યોને જણાયા વિના રહેતી નથી. મનને શાનમાં રાખીને કાર્ય કરનારા મનુષ્યો પોતાના શત્રુઓને પણ મિત્ર બનાવી દે છે અને દુછ મનુષ્યોને પણ સજજન બનાવે છે. અશાન્ત મનુષ્યો પણ તેઓના સમાગમમાં આવીને પિતાનું કલ્યાણ કરે છે. શાનદશા સારાવિચારોને પ્રગટાવે છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36