Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૧૨૬ જે ભાવે તે ખાવું અને જેટલું ખવાય તેટલું બળાત્કાર કરીને ખાવું તે જીભને અવિવેક જણાય પણ શરીરને જેમ અનુકુળ પડે, જઠરને જેથી ઓછો પરીચમ મળે અને અધિક જિક અને જેથી કોઈના પણ પ્રાણ આ દીને હાની ન થતી હોય તે જ અલાર ગ્રહણ કરવા તેનેજ આહારને વિવેક કહિ શકાય. આ વિવેકથી મનુષ્ય તંદુરસ્ત, આરોગ્યવાન, સામાવાન, તેમજ બળવાન થઈ શકે તેમ છે જેથી કરી તે વિવેક મૂલ્યવાન ગણાય. જેની તેની નીંદા, ટીકા, દીવ, દુર્ગણ દુષ્ટ સ્વભાવ, અસદવર્તન એ વગેરે શબ્દો જેની તેની પાસેથી સાંભળવા તેમજ કહેવા, ખોટું કહે તે પણું છે અને સાચું કહે તે પણ હું એ હે કર્યા કરવું એ કંઈ વાણીને વિવેક કહી ન શકાય. જેથી મનનું બળ ઘટે છે વિકાર પ્રગટે છે, કધ, ભય, શોક દીનતા વગેરે હાની પણ ઉપજે છે. ધિક્કાર, ચીડીયાપણું અપશબદ વિગેરે પણ થાય છે એવી વાર્તાઓનું શ્રવણ કરવું એ હિતકર ન કહી શકાય કારણકે આવી વાર્તા શ્રવણ કરવાથી માનસિક તેમજ અધ્યાત્મિક બળ ઘટે છે. આથી તેવી વાત શ્રવણ ન કરતાં સ્તુતિ, ઉદારતા, વિજય વિગેરેની વાત શ્રવણ કરવી, શાંતિની, ઉચ્ચ સ્વભાવની, સદ્ગુની વાર્તા શ્રવણ કરવી એજ વિવેક ગણુય અને આમ થવાથી ઉચ્ચ સામર્થ્ય પ્રાપ્ત થાય છે. જે દુ:ખને સુખ રૂપમાં બદલી નાંખે છે અને આમ થતાં બળની ન્યૂનતા ન થતાં શરીર તેમજ મન તેમજ આધ્યામિક બળની વૃદ્ધિ થાય છે. અને તે જ ખરો વિવેક ગણી શકાય. નીંદા ટીકા ન કરતાં ઉત્તમ અને પ્રે. માલ તથા હિતકર વચને વદતાં એ વાણીને વિવેક છે જે અંનત પુણ્ય સુખ તેમજ મહત્તાને અર્પનાર છે. સાનની વૃદ્ધિ કરનાર, કાર્યમાં આગ્રહથી જનાર અને અનેક કા. ચંથી નિવૃત્ત કરનાર ગ્રંથનું વાંચન કરવું અને દે તથા વિકાર પ્રકટ એવાં પુસ્તકે ન વાંચવાં એ સમયનો વિવેક છે. સક્રીયામાં બને તેટલો સમય ગાળવો એ અધિક લાભપ્રદ છે અને તેથી તે વિવેક દશમનધિ ગણી શકાય, સક્રીયામાં કાળનું ગમન કરનારના શરીર તથા મનના સર્વ અણુઓ સાવીક ભાવને પામે છે અને તેથી અધ્યાત્મિક બળની વૃદ્ધિ થાય છે અને તેથી મનુષ્ય ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવા સામર્થ્યવાન બને છે એટલે કે મેક્ષ પતનું સુખ પ્રાપ્ત કરી શકે. આવી સંપતિ બીજા પ્રયત્નથી પ્રાપ્ત થાય તેમ છે ? આ સમયનો વિવેક ગણાય છે અને તેથી જ તેવા વિવેકને શાસ્ત્રમાં દશમ નીધિ તરીકે ઓળખાયેલ છે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36