Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ ૧૧૯ બેલ. ત્યારે તને શી રીતે ખબર પડી. ” રાજાએ પૂછયું. “મહારાજાધિરાજ ! કુમારશ્રી દેવકુમારના પરિચારકદ્વારા મને સત્તાવાર, ચોક્કસ ખબર મળી છે કે આવતા રવિવારની મધ્ય રાત્રે કુમારી મંત્રવાદી મખ જોડે આપશ્રીનાપર મારણ મંત્રનો પ્રયોગ અજમાવવા મશાનભૂમિમાં જવાના છે, ને જશેજ, ” દાસીએ ખુલાસે કર્યો. “ જુઓ હવે લાડવાયા દેવકુમારની દાનત?” સ્વરૂપાએ સમયાનુસાર ટપ લગાવ્યો. ! દુષ્ટ દેવલા ધિક્કાર છે તને. ચાંડાલ! જે પુત્ર અહ૫ લોભમાં ફસાઈ પડી, પિતાનાં માતા પિતાનું ખુન કરવા ઉદ્ધત બને એવા દિકરા શા કામના ? પાપી કત!િ યાદ રાખજે કે તારા પિતાને સ્વધામ પહો. ચાડીશ તેના પહેલાં આ તરવારથી નું વિતેજ સ્વધામ સિધાવી જઈસ. ” એમ ધાન્વિત બની કમ્મરમાંથી પ્રભુતસિંહે તરવાર ખેંચી, હાં હાં, રાજાજી ! માબાપ કમાબાપ થાય કે ? હશે છોકરૂં છે તે કરી હશે છોકરવાદ, ” સ્વરૂપાએ ટાટા ઢળ્યા. : બા સાહેબ ! પણ કુમારનાં માતુશ્રી ચંદ્રદેવી કંઈ એમને શિખામણ નહિ દેતાં હોય?” દાસી બેલી. “ અરેરે ! ત્યાં પણ કયાં ઠેકાણું છે. કેમ જારવું, ચંદ્રદેવીની જ આ ઉશ્કેરણ નહિ હોય?” સ્વરૂપાએ બીજો કીસ્સ કહા. ઠીક છે. અત્યારે તે હું જાઉં છું, બધાંની ખબર લઉં છું.” એમ કહી પ્રબતસિંહ ચાલતે થો. પ્રકરણ ૨ જુ.. લલના લલિત લય ઘટયું, ગોરવ ઘણું ઘટમાળમાંનરનું; ન લલના હેત તે નર ઈશ થાત સમાનમાં. લય બહાર ઓર ખીલાવતી રસ લાવતી રસસુંબિકા વરસાવતી રસ મેધષ્ટ સ્થાપતી નવ સ્થિરતા. " કેમ દાસી ફતેહ કે નહિ ? ” * બા સાહેબ ! આપના કારસ્તાનમાં તે કાંઈ વાંધો હોય ! રજની ગજ ને ગજનું રજ તે તમને જ કરતાં આવડે ” નલીકાએ સ્વરૂપાની પ્રશંસા કરી. ઠીક થયું શોમ રાંડ ચંદ્રદેવીય જાણશે કે માથાની મળતી છે સ્વરૂપા બેલી.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36