Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૧૧૮ “ અહીં આપણે ગઈ કાલે બપોરે જે વાત થઈ હતી એજ સ્વપ્ન કે બીજું જ સ્વરૂપા દેવીએ કહ્યું. હા, હા, બા એજ. ” જુઓ હું કંઈ ખોટું બોલું ?” સ્વરૂપાએ આત્મશ્લાઘા કરી. બરાબર છે દિવસના પડેલા સંસ્કાર રાત્રીએ ઘણીવાર આમ સ્વ. નમાં ઉદૂધ પામે છે. પણ દાસી ! ગઈ કાલ વાત શું થઈ હતી?” પ્રભુતસંહિ પૂછયું. આ જે સ્વપ્ન આવ્યું તું તે જ વાત.” નલીકા બેલી. કંઈ વિશેષ. ” વિશેષ પૂછો અમારાં બા સાહેબને. ” “ અમારો શે હિસાબ. તારા કરતાં હું કંઈ વધારે છું? મારા બોલવા પર કયાં એમને વિશ્વાસ છે ? ” સ્વરૂપાએ સ્વચરિત દશાવ્યું. “વ્યો ત્યારે તમે કહે?” પ્રભુતસિહ પાસું ફેરવ્યું. મહારે શું તમે જાણે ને તમારા વહાલ દિકરે દેવકુમાર જાણે. અમારા દરેક વચનમાં શકો. દાસી ! હવે કંઈ બેલીશ નહિ, આપણે ખરું કહીએ એ એમને ખોટું લાગે. જાણે આપણે દુશ્મન હોઇએ નહિ?” સ્વરૂપાએ સ્વમૂલ્ય વૃદ્ધિ કરી. “ ના ના, કહે મારા સમ જોઇએ. ” પ્રતસિંહે વિનવણી કરી. ને મારા કહેવામાં વિશ્વાસ આવતો હોય તો કહું નહિં તે કાંઇ નહિ.” સ્વરૂપાએ કહ્યું. જા વિશ્વાસ છે. ” ત્યારે સાંભળો. મેં એવું સાંભળ્યું છે કે આવતા સોમવારે સવારે દેવકુમાર તખતારૂઢ થશે. ” રવરૂપ બેલી. શું આ વાત નગરમાં ચર્ચા છે. ” રાજાએ પૂછયું. અરેરે ! જે એમ બને તે તે આપને ખબર હોવી જ જોઈએ, પરતુ ને, તેમ નથી. આ આપણું દાસી નલીકા એટલી તે ચાલાક ને હોંશિઆર છે કે ખુદ પ્રભુના ખુણાના ધરની વાત પણ આપણી પાસે લાવી આપે. જાણે ભૂત, ભવિષ્ય ને વર્તમાનની જાણનાર હોય નહિ?” સ્વરૂ પાએ નવલિકાને નવેલી બનાવી. “ હે નલીકા! આ વાત તું લાવી ?” રાજાએ પૂછયું, “ હા, મહારાજાધિરાજ ” દાસીએ કહ્યું.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36