Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ નારી. दशानी बलीहारी. ગઝલ, દશાના ચાકડે ચડીને, જગતુ જન ફરીથી પછડાયે; દશાના અજબ જેવા રંગ, પાડે રંગમાં એ ભંગ. દિસંતી ખૂબ ખીલેલી, કળીઓ લાલ ને પીળી; રાખજે હૃદયમાં ધારી, ખરેખર તે છે ખરનારી. રવિ રંગે રહે રાતે, ઉદય ને અસ્ત થાતાં એક સદા સમભાવ રાખીને, (સહે) સુજ્ઞ જન શાંતિ રાખીને. ૩ દશા એ જગત્ છને, બહુ બહુ તે નચાવે છે. ભૂપને ભીખ મંગાવે, બહુ બહુ ઓ રબાવે છે. કમળના કેષમાં કેદી, થયે આશા ભર્યો ભમર ઉદય થાશે જે સૂરજન, (તો) રમીશ હું થઈને મદમાતે. ૫ તેને કમળ નાળોને, છુંદતે ઝડપથી હાથી; હાય ! થઈ ગઈ નષ્ટ આશા, જુઓ દશા તણા પાસા. ૬ વસ્યા જે સુખના સ્વર્ગ, પડે તે દુ:ખના નાકે, તમાશા છે દશાના આ, સહ છે દાસ આશાના. દશા પુલવા સજી, સદા નહીં રહેવાની તાજી; અરે મન ! સમઝીલે પાજી, જુઠી સંસારની બાજી. બીછાવી ચપાટ દુનિયામાં, જીવ રચાશે રચી કાળે; રમાડી સુખ દુખ પાસે, ઘડી ઠારે ઘડ બાળે. પડે કદિ ખાવાના સાંસા, કદિ ખીરખાંડ મળે ખાસા, કુપની છાયા ત્યાં ને ત્યાં, પતાસાં પીગળે પાણીમાં ૧૦ અરે હે સુષ્ટિના પંથી, ગટ ફટ શાને ફેલાયે; મહીરા મેહની પીને, મૂઆ મસ્તાન કાં થાઓ. સુખ દુખ ખડકે પછડાયે, જીવનું ઝાઝ અથડાયે; દશાના અવનવા છે રંગ, પલક માંહિએ પલટાએ. ૧ર ૧ જાસુદીની કળી શાલ. ૨ ચંપાની કળી પીળી. ૩. સાગઠીએ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36