Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ 153 ચેતન છે. જે જડ છે તે તે નિત્ય છે? કે અનિય છે. હવે જે નિત્ય તરીકે સ્વીકારી તેથી તેમનામતમાં વિરોધ આવશે. કારણકે તેઓનું જે ધારવું છે કે સુષ્ટિની ઉત્પત્તિ પહેલાં કેવળ ઈશ્વર હતા બીજું કાંઈ ન હતું તે હું ઠરે છે. વળી જે અનિય છે એમ કહેવામાં આવે છે તેથી કરીને એમ સાબિત થશે કે તે શક્તિનું ઉપાદાનકારણ કે બીજા ઇશ્વરની શક્તિ ઉપાદાનકારણ થશે. વળી તે શક્તિને ઉત્પન્ન કરનાર પાછું બીજું ઉપાદાનકારનું માનવું પડશે. આમ અનવસ્થાનો પ્રસંગ આવશે. જે કદાચ ચેતન માનવામાં આવે છે તેથી પાછા સવાલ ઉત્પન્ન થાય છે કે તે નિત્ય છે કે અનિત્ય છે. તે આથી કરીને પણ પૂર્વોક્ત માફક વ્યાહત અને અનવસ્થાનું દુષણ લાગશે. આતો ભિન્ન માનવામાં આવે તેનાં દુષણો બતાવ્યાં. હવે અભિન્ન માનવામાં આવે તે સર્વે વરતુને ઈશ્વરતુલ્ય કહેવી જોઈએ. જેમ ઘડાનું ઉપાદાનકાર માટી, માટે ઘ જેમ માટીમય છે તેમ જગત પણું સઘળું ઈશ્વરતુલ્ય કરી શકે. હવે જે આપણે સર્વે ચીજો ઈશ્વરતુલ્ય માનીએ તે પછી ભલું, બુરું, સ્વર્ગ. નર્મ, પુણ્ય, પાપ, ધર્મ અધર્મ, ઉચ્ચ નિચ, રંક રાજા, સુશીલ, કુશીલ, પ્રજા, રાજા, ચોર, સાધુ, સુખી, દુખી, વિગેરે સર્વે ઈશ્વર પોતે બન્યા તે પછી ઈશ્વરે જગતને શું રયું ? આથી બહુ વિચારવાયોગ્ય કલ કોનો આવિર્ભાવ થાય છે. પ્રથમ તે પિતે પિતાનો નાશ કરવાનું પણ પ્રતિપાદન થાય છે. વળી સર્વે જગત જ ઈશ્વરમય જ્યારે હતું ત્યારે શાસ્ત્રરચના કરવાની પણ જરૂર શી પડી અને તેને જાણવાથી પણ ફળ શું? આવી રીતે ઘણું દુષણો લાગી શકે છે માટે અભિન્ન પણ કરી શકતી નથી અર્થાત્ સૃષ્ટિ રચવામાં ઈશ્વરની શક્તિ કારભૂત છે એ માનવું તે હવામાં કિલ્લા બાંધવા સમાન છે. વળી કાદ એમ પ્રતિપાદન કરે કે ઈશ્વર તો સર્વ શક્તિવાળા છે માટે ઉપાદાનાદિ કારણની સામગ્રીવિના પણ જગત ઉત્પન્ન કરી શકે છે. આ વાત પણ કદિ સંભવતી નથી. કારણકે ઉપાદાનાદિ કારણેની સામગ્રીવિના કોઈ કાર્ય બની શકતું જ નથી છતાં મતામહના લીધે એમ સ્વીકારી લેશે તે પણ તેમાં દુષણ લાગી શકે છે. કારણકે રષ્ટિની પહેલાં જે ઉપાદાનાદિ સામીરહિત કેવળ શુદ્ધ એક ઇશ્વર સિદ્ધ થાય તે સશક્તિમાન સિદ્ધ થાય અથવા જે સર્વે શકિતમાન સિદ્ધ થાય તો શુદ્ધ એક ઇશ્વર સિદ્ધ થાય. આ બેમાંથી જ્યાં સુધી એક સિદ્ધિ ન હોય ત્યાં સુધી બીજું સિદ્ધ થાય નહિ. આવી રીતે તેમાં ચકકદષણ પા તcaci%ા દુષણને વન્દ્ર પ્રહાર થાય છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44