Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ ૩૮1 તથા સંસાર સાથે કોઈ સંબંધ નથી તેઓને અસત્ય કહેવાની જરૂર શી હોય છે માટે જે જે ભાવ કહ્યા છે. તેને સત્ય છે, ખરું છે, ને લગાર માત્ર પણ મનમાં શંકા રાખે નહી. તેને આજ્ઞાવિચય કહે છે અપાયરિચય તે આ જીવ અનાદિકાળથી કર્મવશ બંધાયેલ છે ને તેથી સંસારરૂપી અપાય ( હરકત ) માં ફસાયેલ છે. કર્મને જે દૂર હઠાવું તે ખરૂં સ્વરૂપ કેમ નહીં પામું ? નિશ્ચયનયથી મારો સ્વભાવ શુદ્ધ ચિદાનંદમય છે. અરૂપી અસંખ્યપ્રદેશી આત્મા શુદ્ધ બુદ્ધ છે. તેમ શાજેતે છે તથા અજરઅમર છે તેથી કોઈ દિવસ ખરવાનો નથી. આવી રીતે મારું શુદ્ધ સ્વરૂપ છતાં હું સંસાર ત્યાગવાની ઇચ્છા નથી રાખતે તે મારી ભૂલ છે. સંસાર કારાગૃહ-તુરંગના જેવો છે તેમાંથી છુટવાને વિચાર હમેશ રાખે પણ કર્મની બહુળતાએ છેડી શકે નહી તેથી ઊપાય નહી પણ ભાવના સદાય તેવી રાખે તેને અપાય વિચય કહે છે. વિપાકવિય તે વિપાકે સંસારી જીવોને અનેક પ્રકારે છે તેમાં મુખ્ય તે કર્મ રાજાજ દરેક ઠેકાણે પાઠ ભજવે છે. આમાના આઠ ગુ જે સિદસ્થાનમાં જતાં સહચારી છે. તે ગુણોને ક દબાવી રાખ્યા છે, કર્મના આ ગળ જોર ચાલતું નથી. કારણ કે પૂર્વે બાંધેલ છે તે તે ભગવ્યાવિના છુ કે નથી પણ અઢારે પાપસ્થાનોએ કરી જે નવાં કર્મ આવવા માગે છે તેના પ્રતિ સાવધ રહીને નવાં કર્મો નહી બાંધે તેવી રીતે ઉપયોગથી વર્તે તેને તેને વિપાક વિવ્યય કહે છે. સંસ્થાનવિય તે આ ચાદ રાજલોકની અંદર આકાશના અસંખ્યાતા પ્રદેશ છે તેમ ધર્મ અધર્મના પ્રદેશો અસંખ્યાતા છે. આકાશના પ્રત્યેક પ્રદેશે આ જીવે અનંતીવાર જન્મમરણ કર્યો તથા અનંતા પુદ્ગલ પરમાણુએ લીધા અને મુક્યા પણ આ જીવન સંસારપરિભ્રમણને પાર આવ્યો નહી માટે જન્માદિ આવા દુઃખોને હું ફરી નહી પામું તેવો વિચાર હધ્યમાં કાયમ રાખે ને ઉચ્ચપણું પ્રાપ્ત થએલ છે તે પાછો નીચે ઊતરે નહીં. તેવાં જ કાર્યો કરવામાં વર્તણુક રાખે એ રીતે ધર્મનના મુખ્યચાર પાયા બતાવેલ છે તેને વિસ્તાર લખતાં લખાણ વધી જાય માટે યત્કિંચિત અત્રે લખવામાં આવ્યું છે. ઇચ્છાનુસાર જીજ્ઞાસુઓએ અન્ય ગ્રંથોથી જોઈ લેવું. - જ્ઞાની પુરૂષે તે સાલંબન પ્લાન ઘણું પ્રકારે કરે છે તેમાં મુખ્ય ધ્યાન આમાના ગુણેમાં ચિંતવને રાખીને ઊપયોગની ધારા અખંડ તેલધારા. વત્ રાખવાના માટે મન વચન અને કાયાથી મહેનત કરે છે. શુદ્ધ દ્રષ્ટિ એ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44