Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ર૮૮ આ જગત તરફ દ્રષ્ટિ કરતાં અને વિશ્વની રચનાનો બારીક અભ્યાસ કરતાં એમ સહજ અનુમાન થાય છે કે આ જગતમાં ધણાખરા લેશે વચન ઉપર કાબુ નહિ રાખવાથી ઉત્પન્ન થાય છે. ઘણા મનુષ્યોને પશ્ચાતાપ સાથે એમ બેલતા આપણે સાંભળી છીએ કે. “મેં જરાસરો વિચાર કર્યો હોત તો હું તે કટુ વચન બોલ્યો નહોત મેં તે શબ્દો ઉચ્ચાર કરવામાં બહુ ભુલ કરી; મારો તો એમ કહેવાનો ભાવાર્થ પણ નહતા પણ તે શબ્દ મારાથી બેલાઈ ગયો અને અમારી ઘણું વર્ષની મૈત્રીને આમ અણધાર્યો અંત આવ્યો.” આવો પશ્ચાત્તાપ શું સુચવે છે ? આ ઉપરથી આપણે શો ધ ગ્રહણ કરવો જોઈએ ? કાઈપણ શબ્દ કે વાક્ય આપણું મુખમાંથી બહાર નીકળે તે પહેલાં તે ઉપર પુષ્કળ વિચાર કરવો જોઈએ. વિચાર્યા વગર એક્ષણ શબ્દ નહિ બોલવાની ટેવ પાડવી જોઈએ. તરવારને કારીધા પણ વખત જતાં રૂઝાય છે. પણ શબ્દનો ઘા હૃદયસ્પર્શી હોવાથી લાંબા વખત સુધી રહે છે; અને કટુ વચનથી જુદાં પડેલાં હૃદયે ભાગ્યેજ પુન: એકઠાં થતાં જોવામાં આવે છે. તુટેલી દોરીના કકડા એકઠા કરવામાં આવે છે તે એકદોરી જેવા લાગે પણ અંદર ગાંઠત રહે છે જ તેમ એકવાર કોઈપણ કારણ સર બેલી, પિલા કટુ વચનથી જુદાં પડેલાં હાથે કદાચ એકઠાં થાય, છતાં પૂર્ણ મનનો મેલ દુર ગયો હોય તેમ જોવામાં આવતું નથી. કલાપી યથાર્થ જ કહે છે કેઃ ” રે ! રે! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે, “ લાગ્યાં ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.” વચનથી થતા પાપના ચાર પ્રકાર પાડી શકાય – (૧) કોઇને પણ દુઃખ થાય તેવું કવું વચન બોલવાથી. (૨) હૃદયે જે માનતા હોઈએ તે વિરૂદ્ધ અસત્ય બોલવાથી. (૩) પારકી ચાડી કે નીંદા કરવાથી. (૪) સબંધ વગરનાં ગયાં ' મારવાથી અને આરીતે બીજાં કામોમાં ઉપયોગી લાગે તે સમય નકામો ગુમાવવાથી. હવે આ ચાર મુદા પર આપણે જરા વિસ્તારથી વિચાર કરીએ. (૧) પ્રથમ પ્રકારનું પાપ વચનથી ન થાય તે માટે દરેક વચન બોલતાં પહેલાં આપ્રમાણે વિચાર કરવો. શું મારું વચન કોઈ ને પીડા ઉપજાવવાનું છે કે તે પ્રતિ ઉપજાવનારું છે.! જે તે વચન બીજાને પી ઉપજાવનારૂ * *

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44