________________
૩૮૯
લાગે તો તે નજ બોલવું. શબ્દમાં શત્રુતા તથા મૈત્રી કરવાનું સામર્થ્ય રહેલું છે, શબ્દો પ્રીતિ કે વૈર કરાવે છે. માટે કોઈ પણ શબ્દ મુખમાંથી બહાર નીકળે તે પહેલાં ઉપરનો સ્વાલ જરૂર મનને પુછવો. કડવા શબ્દથી સામાનું હૃદય કેવું ચીરાય છે, તેનો કદાપી તમે વિચાર કર્યો છે ? તમે તેની જગ્યા એ હો અને તમને તમારા ઉપરી કે બીજું કોઈ કડવું તેર જેવું વચન કહેતો તમને કેવું લાગે તે વિચારે; એટલે સામાં મનુષ્યનાં હૃદયને તમને કાંઈક
ખ્યાલ આવશે, ક્રોધથી અથવા દેથી બેલાયેલા શબ્દોમાં જેવી રીતે કટુતા વસે છે, તેવી જ રીતે પ્રેમના શબ્દોમાં માધુર્ય રહેલું હોય છે. સુખની વૃદ્ધિ કરનાર, દુ:ખીને દિલાસો આપનાર, આનંદના ખજાના રૂપ પ્રેમ-દયાના શબ્દો છે. માટે જે તમારે બાલવું જ હોય તેવા પ્રતિ ભયો શબ્દો ને ઉચ્ચાર કરજો, નહિ તે સર્વથા માન ધારણ કરજો પણ આ જગત જે દુઃખમય છે તેને તમારા કડવાશ ભરેલા છેષતના વચનોથી વધારે દુ:ખી બનાવતા નહિ.
(૨) કેટલાક મનુષ્યોને એવી ટેવ હોય છે કે પોતે જ હૃદયથી માનતા ના હેય તેના વિરુદ્ધની વાત પણ સત્ય તરીકે પ્રતિપાદન કરે છે. લોકોની બેટી ખુરામત કરીને લોકોની પ્રીતિ સંપાદન કરવાના હેતુથી અથવા તો પિતે જે સત્ય તરીકે માનતા હોય તે જાહેરમાં પ્રગટ કરવાની નીતિક હીંમત નહિ હોવાથી આમ બને છે, પણ આ એક ગંભીર દર છે. જે મનુષ્ય ઉપર ઘણા મનુષ્યો વિશ્વાસની નજરથી જોતા હોય તે મનુષ્ય પિતાના હદયની માન્યતા વિરૂધ્ધ ઉપદેશ આપે અને જો તે ઉપદેશ પ્રમાણે વર્તવાને દેરાય તો તેથી જે વિપરિત પરિણામ આવે તે સર્વને માટે ઉપદેશક જોખમદાર છે. ઉતરાયમન સુત્રમાં લખ્યું છે;
શિષ્ય વગર પુછયે બોલવું નહિ.” પુછે ત્યારે અસય બાલવું નહિ, માટે બેસવું તે સત્ય બોલવું નહિતર મૌન ધારણ કરવું, કારણ કે અસત્ય ઉપદેશમાં મહા દોષ છે. માટે કોઈ પણ વચન બોલતાં પહેલાં પોતાની જાતને આ બીજો સવાલ પુછે કે “જે હું બેસું છું તે સત્ય છે કે અસત્ય ? અને આના જવાબમાં પિતાના હૃદયથી એમ લાગે કે હું ય બોલું છું તે બોલવું નહિતર મૌન રહેવું, પણ સ્વપને પણ અસત્ય વચન બેલવું નહિ.
(૩) હાલના સમયમાં નિંદા કરવાની, પારકાની કુથલી કરવાની અને બીજાઓની ચાડી કરવાની ટેવ હદપાર વધી ગઈ છે. લોકોને તેમાં એક પ્રકારને રસ પડતો હોય તેમ લાગે છે, જ્યારે મનુષ્ય બીજાની નીંદા કરવા શરૂ કરે છે,