Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૩૮૦ પ્રેમ વધેલો જોવામાં આવે છે તે આવિષે વધ બંધુઓને જરૂર ધ્યાન આપવાનું છે. દરેક ભજનો એક એકથી ચઢીખતાં છે. તેમાં બાળજીવો હેય તે તેમની બુદ્ધિના પ્રમાણે સાર ખેંચે છે. તેથી ચઢીઆતા જેવો વ્યવહાર ધર્મમાં પ્રવર્તવાની શુભ માર્ગની બાબત ખેંચી તેમાં આનંદ માને છે ને જેઓ અધ્યાત્મજ્ઞાનના પૂર્ણ રસીયા છે તેઓ તે અંદરથી ખરૂં રહસ્ય ખેંચીને અમૃત રસમય આનંદ કેટલો ભગવતા હશે તે વાત કલમથી કેવી રીતે લખાય. કારણકે એ વાત અનુભવગમ્ય છે. પાણી મીઠું છે કે ખાવું તે તે ચાખેથી જ માલમ પડે છે માટે તે વાત આ વૈખરી વાણીથી વર્ણવી જાય તેમ નથી. ઈલાંડના અમીરોની રિદ્ધિનું સુખ, હિંદુસ્તાનમાં રહેનાર એક નાના ગામડાના માણસને જાણવામાં આવે નહિ તેમજ મુગા માણસે સાકર ખાધી હોય તો તેના સ્વાદનું બીજાને શું કહી શકે ? માટે તે અમૃત રસને સ્વાદ તે જ્ઞાનીઓજ જાણે. જ્ઞાન વિના અન્યોના સમજવામાં આવતો નથી, આવ્યો નથી ને આવવા પણ નથી. હવે પ્રથમ કહેવામાં આવ્યું છે કે સરૂની સહાયતાથી ધ્યાન કરે તો ભવસમુદ્રને ઓળંગી પાર પામશે માટે ધ્યાનસંબંધી વિચાર કરીએ. ધ્યાન સંબંધી વિચાર કરતાં ધ્યાનના ભેદ પદસ્થ, પિંડરથ, રૂપ, રૂપાતીત તેમ બીજા ભેદે પણ આર્તધ્યાન રોદ્રધાન ધર્મયાન અને શુકલધ્યાન એ રીતે ઘણું ભેદે બતાવી જ્ઞાનીઓએ જન્મ મરણના ફેરા ટાળવાને માટે અન્ય જીવોના ઉપકારની ખાતર અથાગ મહેનત કરી છે, તેઓના પરિશ્રમની ખામી નથી. તેઓ જ્ઞાન પામ્યાનું સાર્થક કરે છે; કરી ગયા છે તેમ ભાવિકાળે પણ કરશેજ. માટે તેઓની બલીહારી છે. આ પંચમ કાળમાં સાક્ષાત સંપૂર્ણ જ્ઞાનીઓના અભાવે સદ્ગુરૂનો તેમ જ્ઞાનનો મોટો આધાર છે. તેમજ શાસ્ત્રમાં અનેક પ્રકારે જુદી જુદી રીતે અસંખ્ય યોગ કહેવામાં આવ્યા છે. તેમાંથી કેઈ જીવ ગમે તે એક યોગનું અવલંબન લેઈ ભાગ્યશાળી નિવડે છે. ધ્યાનના માર્ગો ઘણું બતાવ્યા છે, તેમાંથી હાલના સમયમાં ધર્મધ્યાન નો આધાર પ્રાણીઓને વધારે છે. તે તે વિષે કિંચિત કહું છું. ધર્મ ધ્યાનના ચાર પ્રકાર છે. તેમાં આજ્ઞા વિચય, અપાય વિચય. વિપાક વિચય, સંસ્થાના વિચય. આવા ચાર પ્રકારો કહેલા છે. તેમાં વીતરાગ પરત્માને જ્ઞાને જે, જે સ્વરૂપ દેખાયું તે પ્રમાણે ઉપદેશ્ય ગણધર દેવદ્વાદશાંગી રૂપે ગૂંચ્યું તેમાં છ દ્રવ્યના ભાવ, નિગદાદી સ્વરૂપ જે રીતે છે તે રીતે પૂર્ણ શ્રદ્ધાથી ખરૂ સમજીને તેને વિચારે. જેના રાગદ્વેષ ગયા છે.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44