Book Title: Bruhad Alochana
Author(s): 
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 5
________________ ૪૪૬ જિન સ્તવના ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. ૨૧ અહો! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યુ) ધાવ ખિલાવે બાળ. ૨૨ સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાનીકે ઘટ માંહિ; ગિરિ સર દીસે મુકરમેં, ભાર ભીંજવો નાહિં. ૨૩ જો જો પુદ્ગલ ફરસના, નિચે ફરસે સોય; મમતા સમતા ભાવસે, કર્મ બંધ-ક્ષય હોય. ૨૪ બાંધ્યાં સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; લ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૨૫ બાંધ્યાં બિન ભગતે નહિં, બિન ભુગત્યાં ન છુટાય; આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય. ૨૬ પથ-કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય-પાપ કિરિયા કરી, સુખ-દુઃખ જગમેં પાય. ૨૭ સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું, (તો) અપને હણે ન કોય. ૨૮ જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯ સતુ મત છોડો હો નરા! લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુઃખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ૩૦ ગોધન ગજધન રતનધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષધન, સબ ધન ધૂળ સમાન. ૩૧ શીલ રતન મોટો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન. ૩૨

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18