Book Title: Bruhad Alochana
Author(s):
Publisher: Unknown
View full book text
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
૪પ૭
સમ્યક્ પ્રકારે જાણ્યા નહીં, સહ્યા-પ્રરૂપ્યા નહીં તથા વિપરીતપણે શ્રદ્ધાની આદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. એક એક બોલથી માંડી યાવતું અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડ્યા નહીં અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક એક બોલથી માંડી યાવતુ અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યા નહિ, આરાધ્યા, પાળ્યા, સ્પેશ્ય નહીં; વિરાધના ખંડનાદિક કરી, કરાવી, અનુમોદી; મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
હે જિનેશ્વર વીતરાગ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, સમ્યક્ પ્રકારે ઉદ્યમ નહીં કર્યો, નહીં કરાવ્યો, નહીં અનુમોદ્યો; મન, વચન, કાયાએ કરી અથવા અનાજ્ઞા વિશે ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો; એક અક્ષરના અનંતમા ભાગમાત્ર કોઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન અધિક, વિપરીતપણે પ્રવર્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યપણે પ્રવર્તીશ.
શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા, કરી ફરસના સોય; અનજાને પક્ષપાતમેં, મિચ્છા દુક્કડ મોય. ૧ સૂત્ર અર્થ જાનું નહીં, અલ્પબુદ્ધિ અનજાન; જિનભાષિત સબ શાસ્ત્રકા, અર્થ પાઠ પરમાન. ૨ દેવ ગુરુ ધર્મ સૂત્રકું, નવ તત્ત્વાદિક જોય; અધિકાં ઓછાં જે કહ્યાં, મિચ્છા દુક્કડ મોય. ૩ હું મગસેલીઓ હો રહ્યો, નહીં જ્ઞાન રસભીજ; ગુરુસેવા ન કરી શકું, કિમ મુજ કારજ સીઝ. ૪

Page Navigation
1 ... 14 15 16 17 18