Book Title: Bruhad Alochana
Author(s):
Publisher: Unknown
View full book text
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
૪૫૫
એવં અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં; અર્થે, અનર્થે, ધર્મ અર્થે, કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યાં; દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન અદ્યક્ષણ પર્યંત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ, પ્રમાદાદિક પૌદ્ગલિક પ્રપંચ, પરગુણપર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પે કરી ભૂલ કરી; જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના કરી, દેશચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી; શુદ્ધ શ્રદ્ધા, શીલ, સંતોષ, ક્ષમાદિક નિજ સ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચક્ખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહીં, કરાવી નહીં, અનુમોદી નહીં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
છએ આવશ્યક સમ્યક્ પ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યાં નહીં, પાળ્યાં નહીં, સ્પર્ધાં નહીં, વિધિ-ઉપયોગરહિત નિરાદ૨૫ણે કર્યાં, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહીં કર્યાં; જ્ઞાનના ચૌદ, સકિતના પાંચ, બારવ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાના પાંચ, એવં નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મધ્યે તથા સાધુના ૧૨૫ અતિચાર મધ્યે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા; જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મેં જીવને અજીવ સહ્યા, પ્રરૂપ્યા; અજીવને જીવ સહ્યા,

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18