Book Title: Bruhad Alochana
Author(s): 
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 12
________________ આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ ૪પ૩ રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ-દોષ સેવ્યાં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. છઠ્ઠ ક્રોધ પાપસ્થાનક – ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તપ્તાયમાન કર્યા, દુઃખિત કર્યા, કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ. સાતમું માન પાપસ્થાનક – માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ અને આઠ મદ આદિ કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. આઠમું માયા પાપસ્થાનક – સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. નવમું લોભ પાપસ્થાનક – મૂછભાવ કર્યો, આશા, તૃષ્ણા, વાંચ્છાદિક કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ. દશમું રાગ પાપસ્થાનક – મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ. અગિયારમું વૈષ પાપસ્થાનક – અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18