Book Title: Bruhad Alochana
Author(s): 
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 15
________________ ૪૫૬ જિન સ્તવના પ્રરૂપ્યા; ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સહ્યા, પ્રરૂપ્યા; સાધુને અસાધુ અને અસાધુને સાધુ સદ્દહ્યા, પ્રરૂપ્યા; તથા ઉત્તમ પુરુષ, સાધુ, મુનિરાજ, સાધ્વીજીની સેવા-ભક્તિ યથાવિધિ માનતાદિ નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી; તથા અસાધુઓની સેવા-ભક્તિ આદિ માનતા, પક્ષ કર્યો; મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવત્ પચીસ મિથ્યાત્વમાંનાં મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; મને કરી, વચને કરી, કાયાએ કરી; પચીસ કષાય સંબંધી, પચીસ ક્રિયા સંબંધી, તેત્રીસ આશાતના સંબંધી, ધ્યાનના ઓગણીસ દોષ, વંદનાના બત્રીસ દોષ, સામાયિકના બત્રીસ દોષ અને પોસહના અઢાર દોષ સંબંધી મને, વચન, કાયાએ કરી જે કાંઈ પાપ દોષ લાગ્યા, લગાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનકને મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; શીલની નવ વાડ, આઠ પ્રવચન માતાની વિરાધનાદિક તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વતની વિરાધનાદિ મન, વચન અને કાયાએ કરી, કરાવી, અનુમોદી તથા ત્રણ અશુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની સેવના કરી અને ત્રણ શુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની વિરાધના કરી; ચર્ચા, વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વર દેવનો માર્ગ લોપ્યો, ગોપવ્યો, નહીં માન્યો, અછતાની સ્થાપના કરી પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહીં અને અછતાની નિષેધના કરી નહીં, છતાની સ્થાપના અને અછતાને નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં, કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ તેમજ છ પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ યાવત્ આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધનાં પંચાવન કારણે કરી વ્યાસી પ્રકૃતિ પાપોની બાંધી, બંધાવી, અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. એક એક બોલથી માંડી કોડાકોડી યાવતુ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલ પર્યત મેં જાણવા યોગ્ય બોલને

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18