Book Title: Bruhad Alochana
Author(s): 
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 10
________________ આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરિંદ્રિય, પંચેંદ્રિય, સંજ્ઞી, અસંશી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્રસ સ્થાવર જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી; ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં-ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુ:પ્રમાર્જના સંબંધી, અધિકી-ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાનાં પ્રકારનાં ઘણાં ઘણાં કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા, તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું. નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો. દેવસીય, રાઇય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડં. વારંવાર ક્ષમાવું છું. તમે સર્વે ક્ષમજો. ખામેમિ સવ્વ જીવે, સર્વો જીવા ખમંતુ મે; મિત્તી મે સવ્વ ભૂએસ, વે૨ મખ્ખું ન કેણઈ. ૪૫૧ તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું છએ કાયના જીવોના વૈરબદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચોરાસી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. બીજું પાપ મૃષાવાદ ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્ય કરી, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિંદા-વિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે સૃષા જૂઠું બોલ્યો, બોલાવ્યું, બોલતાં પ્રત્યે અનુમોદ્યું તે સર્વે મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા —

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18