Book Title: Bruhad Alochana
Author(s): 
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 9
________________ જિન સ્તવના આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુધર્મની સદ્દહણા, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપ-દોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડં. ૪૫૦ અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભ યોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં. શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની અને શ્રી સાધુ-સાધ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમષ્ટિ સાધર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્રપાઠની, અર્થ-પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, આશાતનાદિક કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યક્ પ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી; તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો, ક્ષમા કરો; હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. અપરાધી ગુરુ દેવકો, તીન ભુવનકો ચોર; ઠગું વરાણા માલમેં, હા હા કર્મ કઠોર. ૧ કામી કપટી લાલચી, અપછંદા અવિનીત; અવિવેકી ક્રોધી કઠિન, મહાપાપી ભયભીત. ૨ જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; નાથ તુમારી સાખસે, વારંવાર ધિક્કાર. ૩ પહેલું પાપ પ્રાણાતિપાત — છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18