Book Title: Bruhad Alachonadi Padya Sangrah Author(s): Lala Ranjeetsinh Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 9
________________ viii ઝિવેરાતનો વ્યવસાય કરતા હતા. થોડોક વખત તેઓશ્રી ધંધાર્થે દિલ્હી પણ રહેલા. એમ કહેવાય છે કે તેઓશ્રી જિનાગમના ખૂબ અભ્યાસી, ધર્મનિષ્ઠ અને દીર્ઘદ્રષ્ટા શ્રાવક ગૃહસ્થ હતા. તેઓશ્રીએ અનેક મુનિ મહારાજ સાહેબો, સંતો તથા મુમુક્ષુઓને જિનાગમનો અભ્યાસ કરાવ્યો હતો. આ કૃતિની રચના તેઓશ્રીએ વિ.સં.૧૯૩૬માં કરી હોય તેમ મનાય છે. - ભાવાર્થ લખતી વખતે જ્યાં જયાં જરૂર પડી ત્યાં ત્યાં આ વૃદવાનોયબા' પુસ્તકનો આધાર લીધો છે. તેથી મુનિશ્રીનો હૃદયપૂર્વક અત્રે આભાર માનું છું. સાંવત્સરિકાદિ પ્રતિક્રમણ કરતી વખતે ઘણી જગ્યાએ આ બૃહ આલોચના સાથે અન્ય ગદ્ય તથા પદ્ય રચનાઓનું વાંચન તથા પારાયણ પણ થતું હોય છે, તેને લક્ષમાં રાખી તે ઘણી ખરી રચનાઓનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી સાધકોને એક જ પુસ્તકમાંથી તે ગદ્ય અને પદ્ય પાઠો મળી શકે. આ પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન કરવામાં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા, સંસ્થાએ જે સહકાર આપ્યો છે અને સંસ્થાના અધિષ્ઠાતા પ.પૂ. આત્માનંદજી સાહેબે તથા સંસ્થાની પ્રકાશન સમિતિએ જ નિષ્ઠા પ્રાસ્તાવિકમાં પ્રદર્શિત કરી છે, તેથી હું પ્રસન્નતા અનુભવું છું અને તે બદલ તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાધકવર્ગને આ વિવેચનનો સદુપયોગ તેમની આધ્યાત્મિક સાધનામાં સહાયભૂત થશે એવી આશા રાખી વિરમું છું. - જયંત શાહ કોબા, તા. ૧૭-૨-૨૦૦૨ વસંતપંચમી - ૨૦૫૮. (ભગવાન મહાવીર જન્મ કલ્યાણક વર્ષ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 226