Book Title: Bruhad Alachonadi Padya Sangrah
Author(s): Lala Ranjeetsinh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 8
________________ vii બૃહ આલોચના એટલે વિસ્તૃત આલોચના. અહીં ભાવાર્થ કરતી વખતે આ પાઠોના પાંચ વિભાગ કર્યા છે, જેથી અર્થ સમજવામાં સરળતા રહેશે. ચોથો વિભાગ મુખ્યત્વે ગદ્યરૂપે છે અને બાકીના ચારેય પદ્યરૂપે છે. આ પાંચેય વિભાગોને ગ્રંથકારે કોઈ શિર્ષક આપ્યા નથી. પદોની સંખ્યા પણ પહેલા ત્રણ વિભાગ સુધી વિભાગ અનુસાર ક્રમથી આપી છે. ચોથા તથા પાંચમા વિભાગના પદોને ક્રમાંક પણ તેમણે આપ્યા નથી. પરંતુ પદોનાં કરેલાં વિવેચન વાંચવામાં સરળતા રહે તેથી પાંચમા વિભાગના પદોને અત્રે ક્રમાંક આપવામાં આવ્યાં છે. આ બૃહદ્ આલોચનાની રચના સ્થાનકવાસી જૈન પરંપરા પ્રમાણે કરવામાં આવી છે. કવિએ ભાષા મિશ્ર વાપરી છે. જેથી રાજસ્થાની, ગુજરાતી, હિન્દી વગેરે ભાષી પણ તે સમજી શકે. ગદ્ય વિભાગ કે જે મૂળ હિન્દી ભાષામાં હતો તેનું ગુજરાતી ભાષાંતરરૂપ જ આપણને મળ્યું છે. આ ગદ્ય વિભાગમાં આલોચનાનો સારભૂત સિદ્ધાંત મૂક્યો હોવાથી તેનો ભાવાર્થ પણ અત્રે આપવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. પદ્ય વિભાગોમાં કવિની મૌલિક રચનાઓ કેટલી છે તે નિશ્ચિતરૂપથી કહી શકાય તેમ નથી કારણ કે આમાં તુલસી, કબીર, કાલુ આદિ અન્ય સંતોની રચનાઓનું પણ સંકલન કર્યું હોય તેમ જણાય છે. પદો મુખ્યત્વે દોહરા રૂપે છે. આ બૃહ આલોચનાના કર્તા શ્રી લાલાજી રણજીતસિંહજી છે. તેઓશ્રીનો પરિચય મેળવવા ઘણો પ્રયત્ન કરેલો પણ પુરો મેળવી શકાયો નથી. જે કાંઈ મળ્યો છે તે ઈન્દોરથી પ્રકાશિત પુસ્તક “વૃદવાનોય કે જેમાં સ્થાનકવાસી સંપ્રદાયના પ. પૂ.શ્રી ઉમેશમુનીજી મહારાજ સાહેબ (અણ)ના અવલોકન પ્રમાણે છે, જે નીચે પ્રમાણે સંક્ષેપમાં આપ્યો છેઃ તેમના અસ્તિત્ત્વનો કાળ લગભગ વિ. સં. ૧૯૦૬ થી ૧૯૪૦ નો માનવામાં આવે છે. તેઓશ્રી અમૃતસર(પંજાબ)ના વતની હતા અને - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 226