Book Title: Bruhad Alachonadi Padya Sangrah Author(s): Lala Ranjeetsinh Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 6
________________ = ઉપોદ્ધાત | પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના નામે ચાલતીદેશ કે વિદેશની લગભગ દરેક સંસ્થાઓમાં આ “શ્રી બૃહદ્ આલોચના'(શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત) પર્યુષણાદિ પર્વોના દિવસોમાં બોલાતી હોય છે. અગાસ, દેવલાલી, કોબા, ધરમપુર વગેરે આશ્રમોથી પ્રકાશિત થયેલા નિત્યક્રમ, દૈનિક - ભક્તિક્રમ આદિ પુસ્તકોમાં આ બૃહદ્ આલોચના પાઠ છપાયેલ છે. “આલોચના પાઠ” કે જે લઘુ આલોચના તરીકે પણ ઓળખાય છે, તેનો ભાવાર્થ પ.પૂ. શ્રી બ્રહ્મચારીજીએ કર્યો છે અને તે અગાસ આશ્રમથી પ્રકાશિત “નિત્યનિયમાદિપાઠ માં છપાયો છે; જયારે આ “શ્રી બૃહદ્ આલોચનાનો ભાવાર્થ હજુ સુધી ગુજરાતી ભાષામાં થયો હોય એમ જાણવામાં આવ્યું નથી. કેટલાક મુમુક્ષોઓની માંગણીથી તેનો સંક્ષિપ્ત ભાવાર્થ અહીં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વાચકગણને વિનંતી છે કે ભાવાર્થમાં કોઈપણ પ્રકારની ક્ષતિ રહેવા પામી હોય તો આ ભાવાર્થ કરનારની જતે ઉણપ છે, જેને ક્ષમ્ય ગણશો અને વિવેચનકર્તાને જણાવશો, જેથી-ભવિષ્યમાં તે ક્ષતિને યોગ્ય રીતે સુધારી શકાય. આલોચના એટલે ભાવશુદ્ધિ. પૂર્વે ઉપાર્જિત કરેલાં કર્મો, પ્રતિક્ષણ ઉદયમાં આવતા હોવાથી તેનું નિમિત્ત પામી પોતામાં ઉપજતા અંતરંગ અને બાહ્ય દોષો, સાધકને પ્રતીતિમાં આવે છે. મોક્ષમાર્ગમાં ભાવશુદ્ધિ ખૂબ જરૂરી છે. ભાવશુદ્ધિ કરવા અર્થે આ દોષોને દૂર કરવા અત્યંત આવશ્યક છે. તે માટે સાધકે પોતાની શક્તિ ગોપવ્યા વગર, |પ્રામાણિકપણે પારમાર્થિક પુરુષાર્થ કરવો અનિવાર્ય બને છે. આ પ્રયોજનની સિદ્ધિ માટે આલોચના એ એક ઉત્તમ સાધન છે, તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 226