Book Title: Bruhad Alachonadi Padya Sangrah
Author(s): Lala Ranjeetsinh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 4
________________ 111 પ્રાસ્તાવિક સંસ્થાએ તેના સ્થાપનાકાળથી જ નિયમિતપણે સમાજને સત્સાહિત્ય પીરસવાની પોતાની પરંપરા જાળવી રાખી છે. સાત્વિક, સંસ્કારપ્રેરક અને રસપ્રદ સાહિત્ય બહુજનસમાજ માટે તેમજ ભક્તિજ્ઞાન-વૈરાગ્ય-વર્ધક અને અધ્યાત્મ ક્ષેત્રે સાધકોને પ્રેરણા સહિત અધિકૃત માર્ગદર્શન આપતું આધ્યાત્મિક સાહિત્ય-એમ બન્ને પ્રકારનું સાહિત્ય સંસ્થા તરફથી નિરંતર પ્રગટ થતું જ રહે છે. આ ગ્રંથ સાધકોના કરકમળમાં મૂકતાં અમે સાત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ. આ સંસ્થાને વૈવિધ્યપૂર્ણ અને ઉચ્ચકક્ષાની સેવાઓ ઘણાં વર્ષોથી જેઓ આપી રહ્યા છે તેવા બહુમુખી પ્રતિભાસંપન્ન અને સંસ્થાના પ્રમુખ માનનીય મુરબ્બી શ્રી જયંતભાઈ શાહે, પોતાના સાધનામય અધ્યયનના એક ભાગરૂપે આ ગ્રંથ વિવેચન-સંકલનરૂપે તૈયાર કર્યો છે. આ ગ્રંથમાં પ્રસ્તુત કરેલું વિવેચન સંસ્થાના મુખપત્ર દિવ્યધ્વનિમાં, પૂર્વે લેખમાળામાં પ્રગટ થયું હતું; જેમાં યોગ્ય સુધારાવધારા કરીને, તે સાધકોને વધારે ઉપયોગી અને માહિતીસભર બની રહે તેવી રીતે આ ગ્રંથમાં રજૂ કરેલ છે. તેમાં પીરસેલા પાથેયને તેઓએ પોતાના ઉપોદ્ઘાતમાં સારી રીતે રજૂ કરેલ છે; જેથી વાચકવર્ગને તેની વિગત ત્યાંથી અવલોકવાની ભલામણ કરીએ છીએ. અહીં તો મુમુક્ષુ - સાધકોને એટલું જ જણાવવાનું કે ‘બૃહદ્ - આલોચના' પાઠનું આવું સવિસ્તર અને શાસ્ત્રપ્રમાણોથી સુશોભિત વિવેચન પ્રથમ વખત જ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હોય એમ અમારી જાણમાં છે. આમ હોવાથી, પ્રસ્તુત ગ્રંથ જાગૃત સાધકો માટે આલોચનાપાઠનું અર્થ સહિત ચિંતન કરવામાં તેમને વિશેષપણે ઉપયોગી થશે એમ માનીએ છીએ. નીતિશાસ્ત્ર, પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ, દેવ-શાસ્ર-ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ સહિત શરણાગતિ, કર્મબંધ અને પુણ્ય-પાપની સંક્ષિપ્ત For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 226