Book Title: Bruhad Alachonadi Padya Sangrah Author(s): Lala Ranjeetsinh Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 5
________________ iv સમજણ, ઉત્તમ સાધકના લક્ષણો, આત્માના પરમાર્થસ્વરૂપની) ગુરુગમથી સમજણ અને તે દ્વારા સંવર્ધિત જ્ઞાન-વૈરાગ્યના બળથી ભેદજ્ઞાનનો અભ્યાસ, મોહગ્રંથિનો ભેદ, સુશ્રાવકના મનોરથો અને અઢાર પાપસ્થાનકોનું સંક્ષિપ્ત સ્વરૂપ – એવા વિવિધ વિષયોનું આ પાઠમાં પ્રતિપાદન કર્યું છે. પાઠના અંતમાં શ્રીવર્ધમાનસ્વામી તથા નિર્લોભી સદગુરુને પોતાના અવગુણોનું નિવેદન કરીને, મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે જ્ઞાન-ધ્યાન-નિયમ-સંયમ આદિ આપવાની વિનંતી કરીને, ધીરજપૂર્વકના અભ્યાસથી રત્નત્રયધર્મની પ્રાપ્તિ ભવ્ય જીવને અવશ્ય થાય છે એમ કહ્યું છે. આમ, સાધકોપયોગી અનેક વિષયોનું પ્રતિપાદન આ કૃતિમાં રૂડી રીતે પ્રતિપાદિત કર્યું છે. મોક્ષમાર્ગ અનેકાંતમય છે; માટે પોતાની કક્ષા પ્રમાણે અને ગુરુની આજ્ઞાનુસાર આરાધનામાં આગળ વધવા માટે વિભિન્ન સાધનોને, આત્મલક્ષે અંગીકાર કરતાં, અવશ્ય આત્મજ્ઞાનઆત્મસમાધિ પ્રગટે છે. આવા વૈવિધ્યપૂર્ણ ઉપાયો અને પ્રેરણા જેમાં આપ્યા છે, અને વિવેચનમાં જેનો ઠીકઠીક વિસ્તાર વિવેચનકાર કર્યો છે. તેવો આ ગ્રંથ આત્મશ્રેયના ઈચ્છુક એવા સાચા મુમુક્ષુને પ્રેરણારૂપ બનો અને તેનો વિવેકપૂર્વક સદુપયોગ થાઓ તેવી ભાવના ભાવીએ છીએ. શ્રુતપ્રેમી શ્રી જયંતભાઈએ કરેલો પ્રેમ-પરિશ્રમ તેમજ તેમણે સંસ્થા દ્વારા પ્રકાશિત થતા આ ગ્રંથની, અર્થસહયોગ સહિત બધી જ જવાબદારી સ્વીકારી છે; તે તેમને વિશેષ પુણ્યાર્જનનું અને ધર્મલાભનું કારણ છે. સંસ્થા તેમને આ પ્રશંસનીય કાર્ય કરવા બદલ અભિનંદે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સાહિત્ય પ્રકાશક સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 226