Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ भुवनभानवीयमहाकाव्ये (૫) મહાકાવ્યમાં પ્રયુક્ત પ્રયોગોની સાધુતા સિદ્ધ કરવામાં પણ તેનો ઉપયોગ છે. દા.ત. સાપેક્ષા સમાસ, કે જેના વિષે ઘણીવાર વ્યાકરણવેત્તાઓને ય ભ્રમ હોય છે. તેની સાધુતા અહીં વ્યુત્પત્તિવાદ, ઉત્તરાધ્યયનબૃહદવૃત્તિ અને પાતંજલ મહાભાષ્યથી સિદ્ધ કરી છે. તેવા શિષ્ટપ્રયોગ દર્શન માટે રઘુવંશ, ઉત્તરાધ્યયનના ઉદાહરણ આપ્યા છે. તો ક્યાંક ક્યાંક કાવ્યાનુશાસન, કાવ્યાલંકારસૂત્ર, વાભટ્ટાલંકાર વિગેરે વડે કાવ્યદોષોના ઉદ્ધરણો કર્યા છે. અને ક્યાંક ક્યાંક મહાકાવ્યની સ્યાદ્વાદવાણીને પકારતા એકાન્તવાદનો અનેકાન્તજયપતાકાદિચળ્યો. દ્વારા પરાજય કર્યો છે... વગેરે..... અરે ભાઈ ! પૂજ્યશ્રીના ગુણ ગાવાને બદલે આ બધું શું લઈને બેઠાં ? આવું નહીં કહેતાં, કારણ કે જ્યાં સુધી પ્રયોગોની સાધુતા નિશ્ચિત નથી, ત્યાં સુધી મહાકાવ્ય પણ તે પ્રયોજન સિદ્ધ કરવા સમર્થ નથી. કારણ કે અવ્યુત્પન્નપ્રયોગ કરનાર અશિષ્ટ અને અનાપ્ત પૂરવાર થાય છે અને અવિશ્વસનીય બને છે. કહ્યું છે ને કે- “પુરુષવશ્વાસે સંત વનવિશ્વાસ:/' પરિણામે આ પ્રબન્ધ અનાદરણીય અને હાસ્યાસ્પદ બની જાય. હા, મુગ્ધજનો સંસ્કૃતકાવ્ય જોઈને અહો અહો જરૂર કરે, પણ તેની કિંમત નથી. અને ફ્લતઃ પૂજ્યશ્રીનું જ અપમૂલ્યાંકન થાય. માટે અહીં પણ પરંપરાએ પૂજ્યશ્રીનું ગૌરવ વધારવામાં જ વાર્તિક ઉપયોગી છે. અહીં વિષયાંતરની શંકાને કોઈ સ્થાન નથી. માટે જ પૂ. મહોપાધ્યાયજીએ પણ તત્ત્વાર્થવિવરણ વિગેરે ગ્રન્થોમાં “સચનશુદ્ધ વિગેરેની સિદ્ધિ માટે વિસ્તૃત વાદ ખેડ્યો છે. વળી જ્યાં સુધી એકાદ પદ માટે પણ અસાધુતા કે અનૌચિત્યના વિકલ્પને અવકાશ છે ત્યાં સુધી તેની સુંદરતા-ઉપાદેયતાદિ સાંશયિક છે. માટે તેવા વિકલ્પોનું સમાધાનનિરાકરણાદિ અનિવાર્ય છે. તેથી જ મહોપાધ્યાયજીએ કહ્યું છે કે- “વાતાં વનતિ સન્નનસ્થિતિર્નાક્ષતા નિયતં વત્તોષુિ' (દા. . રૂ૨-૧૭) ઉક્ત મુદ્દાઓથી આ વાતિર્કની અગત્યતા અને આવશ્યકતા સુજ્ઞેય છે. હવે એક છેલ્લો પ્રશ્ન સંભવિત છે, “મહાકાવ્યની જેમ વાર્નાિકનો પણ અનુવાદ કેમ ન કર્યો?' તેનું કારણ આ વાર્તિક પ્રાયઃ ન્યાયશૈલીમાં છે, ન્યાયવેત્તાઓને માટે તો સુગમ જ છે, અને જેઓ ન્યાય નથી ભણ્યા તેમના માટે ગુરુગમથી આ સમજવું વધુ ઉચિત રહેશે. પ્રાચીન ન્યાય શૈલીમાં રચાયેલ બહુવર્ણ પદોનું સંક્ષિપ્ત-વિવરણ અસંબદ્ધ બની જાય જેમ કે તત્ત્વાયો I' પદનું ભાષાંતર અને વિસ્તૃત (કે સામાન્ય પણ) વિવરણથી ગ્રન્થગૌરવ થઈ જાય, મુખ્યતા મહાકાવ્યની છે. માટે તે ગૌરવ ઉચિત નથી. પ્રારંભિક ન્યાય-અધ્યેતાઓ જો સ્વયં તેનું પઠન કરવા પ્રયત્ન કરશે તો જેટલા જેટલા અંશે અવગમ થશે, તેટલા તેટલા અંશે તેમને ન્યાયપ્રજ્ઞાવિકાસનો લાભ નિશ્ચિત છે. આ લાભ ભાષાંતર વાંચી જવાથી નહીં મળે. (મહાકાવ્યનું ભાષાંતર તો આબાલવૃદ્ધ સર્વના અનુગ્રહ માટે છે. બાકી કવ્યાભ્યાસુઓએ તો પ્રયત્ન કરીને મૂળનું જ પઠન કરવું શ્રેયસ્કર છે.) હા, આ વાર્તિકના પઠનથી સન્મતિતર્ક, હરિભદ્રસૂરિ મ.ના ગ્રન્થો વિગેરેના વાંચનમાં જરૂર પીઠબળ મળશે. વિદ્વાનવાચકો આ વાત સારી રીતે સમજી શકશે. આ પ્રબન્ધના વાંચન દ્વારા સહુને ગુરુબહુમાનની વૃદ્ધિ થાય એ અભિલાષા.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 252