Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 4
________________ ભજ રે મના... અધ્યાત્મગગનમાં ઝળકી રહેલ અદ્ભૂત જ્ઞાનજ્યોતિ, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભુએ સમર્પણભાવ - લઘુત્વભાવને જ ભક્તિ કહેલ છે અને ઓ ભાવોનો ક્રમશઃ વિકાસ એટલે નવધા ભક્તિ. “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એક્તા, નવધા ભક્તિ પ્રમાણ. - બનારસીદાસજી આવી નવધા ભક્તિની ઉપાસના અને ગુણગાન સદ્ગુરૂ અનુગ્રહથી શીઘા ળે છે. તેનો મહિમા વધારનારા અનેક પદો આ ‘ભજ રે મના...' નામક પધસંગ્રહમાં નિબદ્ધ છે. તેનું સંક્લન એક ભક્તહૃદયી ચેતનાએ કર્યું છે અને તે ચેતના એટલે શ્રી હર્ષદભાઈ. ભક્તિરંગથી રંગાયેલ હર્ષદભાઈ સ્વયં શાસ્ત્રીય સંગીતના અભ્યાસી છે. તાલ-સૂર-લયની સુસંગતિ સહિત સુમધુર કંઠે ગવાયેલ એમની નિર્દોષ ભાવવાહીં ભક્તિ નિજાનંદની સમીપતા કરાવે એવી છે. “સાખી' દ્વારા ઉત્કૃષ્ટ ભાવમય જગતમાં પ્રવેશ કરાવી ગંભીર ગૂઢ રહસ્યોનું સમન્વય કરતાં તેમની ભાવવિભોર પારદર્શી ભક્તિરસની લહેરોને સૌ મુમુક્ષુઓએ ઘણા વર્ષોથી માણી છે. પ્રેમ અને ભક્તિ બીજાને માટે જેમ જેમ વપરાય, તેમ તેમ આપણામાં તે વિસ્તૃતપણે પ્રગટ થતાં રહે છે. આ ભક્તિરસના વિપુલ સંગ્રહનું બે ભાગમાં થતું પ્રકાશન સાહિત્યજગતમાં અમરત્વ પામે કે ન પામે પણ આત્માર્થ સાધવામાં પરમ નિમિત્તરૂપ બની શકશે એવો અંતરનાદ આનંદની અભિવૃદ્ધિ કરાવે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યા મુજબ ભક્તિ સર્વોત્કૃષ્ટ માર્ગ છે એ વચનમાં શ્રદ્ધા રાખી સાધકવર્ગ નિષ્કામ ભક્તિથી ઉજ્જવળ પરિણામોમાં સંલગ્ન રહી જ્ઞાનાનંદ અનુભવે એ જ અંતરભિલાષા સહ આ નૂતન પ્રકાશનને શુભેચ્છા. સર્વ મુમુક્ષોઓને જય સદ્ગુરૂ વંદન ! - ગાંગજીભાઈ (શ્રીજી પ્રભુ) અધિષ્ઠાતા : શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર, કુકમાં ભજ રે મના ૧-૦ આર્શીવચન મોક્ષમાર્ગના સાધનોમાં ચિત્તની શુદ્ધિ તથા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની સમજણપૂર્વકક્ની આત્યંતિક ભક્તિ કારણરૂપ બની રહે છે. આવી જ આશયથી શ્રી હર્ષદભાઈ, કે જેઓ બાળપણથી જ સંત-સમાગમ અને ભક્તિરસના રસિક હતા, ખૂબ પ્રેમ-પરિશ્રમ લઈ સ્વાર કલ્યાણ અર્થે ભક્તિ-રસનો આ સંપુટ તૈયાર કરેલ છે. આ કાર્ય કરતાં તેઓએ સ્વયં પ્રેરિત પુરુષાર્થ કર્યો છે, જે સ્પષ્ટપણે સમજી શકાય છે. કારણકે આ સંકલનની તૈયારી ઘણા વર્ષોથી તેમના હૃદયમાં આકાર લઈ રહી હતી, જે ‘ભજ રે મના...' નામથી સાકાર થઈ છે. વર્ષોનું સંશોધન, અનેક પ્રાચીન ગ્રંથોનું સંશોધન અને અપૂર્વ પ્રેમ-પરિશ્રમ દ્વારા આ ભક્તિમાર્ગના પદોનું વિશાળ, સંપ્રદાયાતીત, બહુ આયામી અને ભક્તિમાર્ગના સંશોધકને પણ ઉપયોગી થાય એવું સુંદર સંક્લન છે. હર્ષદભાઈ વિગત ઘણાં વર્ષોથી કોબામાં રહી સેવા-સાધના કરે છે અને પ્રસંગોપાત ભક્તિરસ મુમુક્ષુજનોને પીરસતા રહે છે. ધર્મના ઊંડા અભ્યાસની ઝંખનાએ, કોબાના મુમુક્ષઓની પ્રેરણાથી તેઓએ જયપુરમાં અભ્યાસ કરી શાસ્ત્રીની પદવી પણ પ્રાપ્ત કરેલ છે. આ ભક્તિપદની અપૂર્વ અસાધારણ સંશોધનયુક્ત કૃતિ માટે શ્રી હર્ષદભાઈને અનેક્શ: ધન્યવાદ અને મોક્ષમાર્ગમાં વધુ અને વધુ પ્રગતિ સાધે એવી ભાવના. અને શુભાશિષ સહિત... - હિતચિંતક છે. અધિષ્ઠાતા – શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા . ભજ રે મના

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 381