________________
સંગીતપ્રેમી ભક્તિરસિકોને ઉપયોગી થાય તે માટે અનેક શાસ્ત્રીય રાગોથી. આ રચનાઓને બદ્ધ કરી, ભાવ સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વિપુલ સંગ્રહમાંથી કોઈક એક ચોક્કસ પદને સરળતાથી શોધી શકાય તે માટે અલગ અલગ રીતે ત્રણ પ્રકારે, કક્કાવારી પ્રમાણે અનુક્રમણિકાનો સમાવેશ કર્યો છે, જેમાં રચનાકાર, પદરચનાઓ તેમજ ભાગ-૧ના સમગ્ર પદોની વિશેષ માહિતી સહિત યાદી આપી છે. પ્રથમ ભાગ અતિરિક્ત દ્વિતીય ભાગના પદોની પણ કક્કાવારી પ્રમાણે અનુક્રમણિકા આપેલ છે. પદોની ગોઠવણી પણ મુખ્યતઃ એવી રીતે કરી છે કે એક પદ માટે બીજુ પૃષ્ઠ ખોલવું ન પડે. જે પદમાં આવશ્યકતા જણાઈ તે પદની નીચે હાથની નિશાની દ્વારા વિશેષાર્થ પણ જણાવ્યો છે. બંને ભાગોમાં પૃષ્ઠ સંખ્યા વધુ હોવાથી રચનાકારોને શીઘ અને સરળતાથી શોધી શકાય તે માટે દરેક નવા લેખકની શરૂઆત ડાબા પૃષ્ઠથી જ કરી છે. સાથે પ્રત્યેક જમણા પૃષ્ઠની નીચે તે લેખકનું નામ અંક્તિ કરેલ છે. આ ભક્તિસંપુટમાં દરેક પૃષ્ઠની નીચે એક-એક દોહો લખેલ છે, એવા કબીરાદિ ઘણા સંતકવિઓના, વિવિધ પ્રકારનો બોધ કરાવતા લગભગ ૧૩૨૫ દોહાઓ તથા ૧૦૦ થી પણ વધુ સવૈયાઓ આદિની યથાસ્થાને ગોઠવણી કરી છે. ભાવવિભોર કરી શકે એવી અનેક ધૂનો અને સ્તુતિઓ પણ પુસ્તકના અંતમાં આવરી લીધેલ છે.
ભક્તિપદોનું ગુણગાન કરતા ભાવવેદનની સમવૃદ્ધિ અર્થે રચનાકારોનો સચિત્ર પરિચય અત્યંત આવશ્યક લાગવાથી વિગત ૫૦૦ વર્ષમાં ભારતના વિભિન્ન પ્રાંતમાં થયેલ ભક્ત-કવિ-સંતોની શક્ય એટલી માહિતી પ્રાપ્તને કરી, આ પ્રકાશનમાં સમાવિષ્ટ કરી મારા ભાવની પૂર્તિ કરી છે. રચનાકારોનાં આંશિક પરિચય માટે મુખ્યતઃ “વિશ્વકોષ” તેમજ “ગુજરાતી સાહિત્ય પરિષદ' સંસ્થાઓના પ્રકાશનોનો આધાર લીધો છે. રચનાની પ્રામાણિક્તા અને રચનાકારોની માહિતી માટે અત્યંત સાવધાની રાખી છે, છતાં કાળદોષને લીધે અજાણતા ક્યાંય પણ , શબ્દો કે ભાવમાં મારી કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો તે બદલ હું ક્ષમાપ્રાર્થી
આભારી છું... મારા સર્વોચ્ચ ઉપકારી એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી સદ્ગુરૂદેવના યોગબળથી અનુગ્રહિત, એક ઉમદા ભાવનાના ફળસ્વરૂપ સાકાર થયેલા ‘ભજ રે મના...' નામક આ યુગલ-ભક્તિપદસંગ્રહને ભક્તિભાવથી શ્રીગુરૂચરણમાં અર્પણ કરતાં અહોભાવ વ્યક્ત કરૂ છું. આ સમગ્ર કાર્ય ગુરૂકૃપાથી જ સંપન્ન થયું છે.
‘ભજ રે મના' નામક આ ભક્તિસંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત થવામાં મારા અનેક કલ્યાણમિત્રો અને શુભેચ્છકોનો હું આભારી છું.
આ પુસ્તકમાં લેવામાં આવેલ કૃતિઓના જ્ઞાત-અજ્ઞાત રચયિતા એવા જ્ઞાની-ભક્ત-સંત-કવિ આદિ મહાનુભાવોનો, પરોક્ષ-અપરોક્ષપણે નતમસ્તકે વિનયપૂર્વક વંદન કરી, હું ભક્તિભાવથી આભાર માનું છું.
છેલ્લા ઘણાં વર્ષોથી કોબા સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના અધિષ્ઠાતા પરમ ઉપકારી પૂજ્યશ્રી આત્માનંદજી સાહેબની નિશ્રામાં સાધનાર્થે રહેવાનું સૌભાગ્ય રહ્યું છે. એમના પ્રેમાર્શીવાદથી આ પુસ્તકનું સમગ્ર કાર્ય કોબામાં રહીંને જ પૂર્ણ કરી શક્યો છું, તે બદલ સમગ્ર કોબા પરિવારનો હું બહણી છું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.
- કુકમા સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્રના અધિષ્ઠાતા અને પરમ ધર્મસ્નેહી પૂજ્યશ્રી ગાંગજીભાઈ સાહેબના પ્રેમાનુરોધથી આ યુગલ ભક્તિપદસંગ્રહને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું, તે બદલ અહોભાવપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમજ આ પુસ્તકના પ્રકાશન માટે ઉત્સાહપૂર્વક આર્થિક સહયોગ આપનાર સર્વ મુમુક્ષુબંધુઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.
આ સમગ્ર ભક્તિસંગ્રહને કોમ્યુટરાઈઝ કરી સુંદર ગોઠવણી કરી આપનાર અમિતભાઈ શાહ (ડ્રમ ડીઝાઈન, અમદાવાદ)નો હૃદયપૂર્વક આભાર માનું છું.
જ્ઞાની સંત-કવિઓની અનુભવમુલક આ અંતરવાણી સર્વમાં ભક્તિભાવનું વિશેષ ઉત્થાન કરી પરમભાવમાં સ્થિર કરે એ જ અભ્યર્થના...
- સંકલનકાર સંતચરણરજ હર્ષદ પંચાલ “હર્ષ”
- હર્ષદ પંચાલ.
ભજ રે મના
ભજ રે મના