Book Title: Bhaj Re Mana Part 01 Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh Publisher: Shrimad Rajchandra AshramPage 13
________________ ૫. (રાગ : દેશી ઢાળ) એ ગુરુ સેવીએ રે, જેનું મૂલ, તોલ ન માપ જી; ગુરુને આધ, અંત ને મધ્ય નહિ, તેને થાપ ન ઉત્થાપ ! ધ્રુવ પ્રપંચ થકી પરે રહ્યો, જેમ લોહચમકને ન્યાય જી; જડ હતું એ ગુરુ તણા, સંજોગે ચેતન થાય. જેનું ગુરુનું નામ-ઠામ ને ગામ નહિ, એવો સર્વનો વિશ્વાસ જી; ઉત્પત્તિ-સ્થિતિ-લય ગુરુ વિષે, એ તો કહાવે સદાય અકામ. જેનું ગુરુ મારો નવ અવતરે ! નવ ઘરે ગર્ભે વાસ જી; ઊપજે તે વણસે ખરો, એ તો માયાનો જ વિલાસ. જેનું ગુરુ મહિમા સદાશિવ લહે, વળી સનકાદિક-શેષનાગ જી; શુદ્ધ વિચારે રે'વે ‘અખા', જ્યારે ગુરુ કહે ગુરુ ભાગ, જેનું ૬. (રાગ : દેશગોંડ) કાગળ સદ્ગુરૂ લખે, એના વિરલા કોઈ વાંચણહાર. ધ્રુવ જ્ઞાન-વૈરાગ્યનો દેહ ધર્યો, માંહે જોગપણાનો જીવ રે; ભક્તિ-આભૂષણ પહેરિયાં રે, વાકો સેવક દાસ સદેહ. કાગળ શીલ તણો ખડિયો કર્યાં રે, માંહે પ્રેમ તણી છે શાહી; કલમ-બુદ્ધિ સત્ છે રે, તેમાં અદ્વૈત આંખ ભરાઈ. કાગળ સૂરત-નૂરતની દોરી લીટી, માંહે વિવેક તણી છે ઓળ; વિચાર-અક્ષર ત્યાં લખ્યા રે, પછી ઉતર્યોં પાટણ પોળ. કાગળ સમજણ કાનો-માતરા રે, માયા ઉપર છે શૂન્ય; તે ઉપર પરિબ્રહ્મ છે રે, તેને નહિ અડે પાપ ને પુણ્ય. કાગળ જીવપણું જુગતે લહે રે, મન મળી મંડળ ગાય; વણવિચારે અક્ષર લખે રે, કાગળ કોરોને કોરો કહેવાય. કાગળ૦ ભજ રે મના સાહેબકે ઘરકી કરી, મૈંને ખૂબ તપાસ અજ્ઞાની સે દૂર હે, પ્રભુ જ્ઞાની જનકે પાસ G કોટિ પંડિત વાંચી મુઆ રે, પઢી પઢી વેદ-પુરાણ; એક અક્ષર નવ ઊકલ્યો રે, તેમાં થાક્યા છે જાણ-સુજાણ. કાગળ૦ અંધે તે કાગળ વાંચિયો રે, બહેરે તે સુણ્યો કાન; મૂંગાએ ચર્ચા બહુ કરી રે, તેનાં વેદ કરે છે વખાણ. કાગળ અમરાપુરી નિજ ઘટમાં રે, ત્યાં છે તેનો વાસ; કર જોડીને ‘અખો' કહે રે, એવા દુર્લભ મળવા દાસ, કાગળ ૭. (રાગ : દેશી ઢાળ) ગરવા ગુરુ મળ્યા રે, એવા સત નિરંજન દેવ જી; મિષ્ટ વચન ગુરુદેવનાં, તેનો વિરલા જાણે ભેદ. ધ્રુવ ગુરુને જાતવર્ણ-આશ્રમ નહિ, ને સહેજપણે અવધૂતજી, ગુણ સાથે નહિ યોજના, સ્પર્શે નહિ પંચભૂત. એવા અખિલ જગત ગુરુમાં રહે, અને ગુરુ રહે નિરધાર જી; અન્ય આશ્રિત નહિ ગુરુ વિષે, એ તો રહે પરાને પાર. એવા૦ એ આશ્ચર્ય ગુરુનું ઘણું, જે અરૂપી ને અણલિંગ જી; સ્વભાવે સાક્ષી તે સદા, પ્રતિબિંબ પાંચે રંગ. એવા સામર્થ્ય સઘળે રહે, અને સ્વયં રહે સંત પાસ જી; ત્યાં મેળવો ‘અખા' માહરો, એ તો સ્વયં મળે અવિનાશ. એવા ૮. (રાગ : ધોળ) જી રે આજ આતમ ઓળખાવિયો, સદ્ગુરુજીએ કીધી સા’ય જી રે; પરવૃત્તિ મુકાવી રે પરહરી, નિરવૃત્તિ ઠેરાવી ઠાર. ધ્રુવ સદ્ગુરુજીએ મંત્ર જ આપિયો, મારા કર્ણદ્વાર-મોઝાર; ગુરુજ્ઞાન-દીપક કર્યો ગોખમાં, મારા હૃદયકમળની માંય. સદ્ગુરૂ૦ અબ તું કાહે કો ડરે, શિર પર હરિકા હાથ હસ્તી ચઢકર ડોલયે, કુકર ભસે જો લાખ to અખા ભગતPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 381