Book Title: Bhaj Re Mana Part 01 Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh Publisher: Shrimad Rajchandra AshramPage 18
________________ ચંદનનો ગુણ સદાય શીતલ, ભેલો રહે તો ભોરંગ; તોએ શીતલ થયો નહીં, એને નિત અડાડતો અંગ. સંગતo રાણી પાસે સદા રહેતી, દાસી પ્રાણ પ્રીત; તોએ ચેરી સમજી નહીં, એતો રાજ પદવીની રીત. સંગતo શ્રીમંત પાસે સદા રહેતો, અહોનિશ રળતો રાંક; અપરાધી અમથો રહ્યો, તેમાં શ્રીમંતનો શ્યો વાંક. સંગતo અધિકારીને સદા આવે, આતમ લક્ષ અભંગ; અખા એ પદ મુમુક્ષને , સદા સારો ક્લે સંત સંગ. સંગતo ૨૪ (રાગ : ઝૂલણા છંદ) હરિ હરિજન અળગા કરી રખે ગણો, સંત સેવ્યા તેણે સ્વામી સેવ્યા; નિર્ગુણ બ્રહમને સગુણ સંત જાણવા, જેમ વહિંથી તેજવંત થાય દીવા. ધ્રુવ અગ્નિથી દીપ થાય બહુ આદર કર્યો, દીપથી દીપ તે થાય સહેલો; જ્ઞાનીની મૂર્તિ તે જાણો ગોવિંદની, તહાંથી ભગવાન ભેટે જ વહેલો. સંતo દૃષ્ટિ ઉપદેશ આપે તે મોટી કળા, જે થકી જંતના કાજ સીજે; સેવતાં સુખ હોયે અતિ ઘણું, જે સદ્ગુરુ કેરું મન રીઝે. સંતo. પ્રત્યક્ષ રામ તે તત્ત્વવેત્તા વિષે, જેમ કુંડળ વિષે કનક દીસે; મન કર્મ વચને સંત ભજશે, ‘અખા ' ! તેનું દ્વત દેખી મન નહિ જ હિસે. સંતo ૨૩ (રાગ : દેશી ઢાળ) હરિ ગુરુ સંતે કીધી મારી હાય, ઓળખાવ્યો નિજ આતમા રે; ધીરજ દઈને બતાવ્યું નિજ ધામ , હરિ હીરો આપ્યો હાથમાં રે. ધ્રુવ ગુરુએ મને બતાવ્યું નિજ જ્ઞાન, સમજાવ્યું અને સાનમાં રે; મંતર સાધ્યો મારા મંદિર માંય, કહ્યો છે મારા કાનમાં રે. હરિ દયા કરીને ડગતું રાખ્યું દિલ, અસ્થિર મનને સ્થિર કર્યું રે; નૂરત-સૂરતે નીરખ્યા નિરાલંબ, એકધ્યાન હરિ સાથે ધર્યું રે. હરિ. હું તો મારું ભૂલી 'તી ભુવન , જાગીને જોતાં ઘર જડ્યું રે; અંબુ મધ્યે દીસે છે. આકાશ, વિરાટરૂપે દષ્ટ પડ્યું રે. હરિ. નિર્ગુણ પદને પામી બની નિશ્ચિત, રહી જ્ઞાનગંગામાં ભરી રે; બ્રહ્માગ્નિમાં બાળ્યાં જેણે બીજ, ઊગવાની તેને આશા ટળી રે. હરિ. કીધો રે કીધો દ્વતતણો સંહાર, અદ્વૈત ભાસ્યો આપમાં રે; વૃત્તિ પહોંચી બ્રહ્માંડની પાર, ના'વે માયાના માપમાં રે. હરિ. ત્રિગુણ ટાળી ખોર્યું જેણે આપ, એક બ્રહ્મ તેણે ભાળિયો રે; હે ‘ અખો' તું કરી લે ભજન, હરિ વેદાંતે વખાણિયો રે. હરિ. શ્રી ચરણદાસજી મહારાજ (રાગ : બિલાવલ) સાધો જો પકરી સો પકરી, અબ ત ટેક ગહી સુમિરન કી, જ્યોં હારિલ કી લકરી. ધ્રુવ જ્યોં સૂરા ને સસ્તર લીન્હોં, જ્ય બનિયે ને તખરી; જ્યોં સતવંતી લિયો સિંધૈરા , તાર ગહ્યો જ્યોં મકરી. સાધો ન્ય કામી કૂ તિરિયા પ્યારી, જ્યોં કિરપિન કૂ દાસી; એસે હમ કૂ રામ પિયારે, જ્યાં બાલક કૂ મમરી. સાધો જ્ય દીપક કું તેલ પિયારો, જ્યોં પાવક ક્રૂ સમરી; જ્યોં મછલી કૂ નીર પિયારો, બિછુરેં દેખે જમ રી. સાધો સાધ કે સંગ હરિ ગુન ગાઉં, તા તે જીવન હમરી; ‘ચરનદાસ’ શુકદેવ દ્રઢાયો, ઔર છુટી સબ ગમ રી. સાધો ગણધર ઇન્દ્ર ન કર સર્ક, તુમ વિનતી ભગવાન ધાનત પ્રીતિ નિહારકે, કીજૈ આપ સમાન ૧૬) ભવિજન કૌ ભવ-કૂપ તૈ, તુમ હી કાઢનહાર દીન-દયાલ અનાથ-પતિ, આતમ ગુણ ભંડાર | અખા ભગત ભજ રે મનાPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 381