Book Title: Bhaj Re Mana Part 01 Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh Publisher: Shrimad Rajchandra AshramPage 16
________________ ૧૬ (રાગ : દેશી ઢાળ) સમજ્યા વિનાનું રે સુખ નહિ જીવને રેજી, એતો અનુભવથી ઓળખાય; પોતાનામાં દરગેરે પોતે જ્યારે આતમા રેજી, ત્યારે હું પદ સહેજે જાય. ધ્રુવ પારસ વગરનો રે કોઈ પથરો મળે રેજી , તેથી લોહ ફીટી ને કંચન થાય; સગુરૂ વિનારે સાધન જે કરે રેજી, તેથી તેનું જીવ પણું નવ જાય. સમજ્યા રવિ રવિ કરતાં રે રજની મટે નહિ રેજી, અંધારૂં તો અર્ક ઉગ્યા પછી જાય; રૂદયે રવિ ઉગેરે ગુરૂ ગમ જ્ઞાનનો રેજી, ત્યારે તેને સુખનો સિંધુ જણાય. સમજ્યા જળ-જળ કરતાં રે તૃષા કદિ ટળે નહિ રેજી , ભોજનના સ્મરણથી ભૂખે ન જાય; પ્રેમરસ પીતારે તુરત તૃષ્ણા મટે રેજી , તેને મહા આનંદ નિધિ ઉભરાય. સમજ્યાd દશ મણ અગ્નિરે લખે કોઈ કાગળે રેજી, એ કાગળીઓ રૂ માંહે લઈને મૂકાય; લખેલા અંગારે રે રૂઈ નથી દાઝતું રેજી, રતી એક સાચી જો આગ પ્રગટાય. સમજ્યા અવિધા ટળે છે રે અનહદ ચિંતવે રેજી, એહ વાણી રહિત છે રે વિચાર; જે જે નર સમજ્યારે તે તે શમી ગયા રેજી , અખો કહે ઉતરશે ભવ પાર. સમજ્યા શિશ રે પડે વીરા ધડ લડે, શૂરા ભડ સાથે ભડીએ રે; રહેવું કાજળતણી કોટડી, ડાઘ અડવા ન દઈએ એ હો જી. સાધુo ધીનો ઘડો રે અગ્નિ ધરીએ, પરજળવા ન દઈએ; પાંચે તો કળાઓ માંહેલી વશ કરીએ, છૂટે છેડે ક્રીએ રે હો જી. સાધુo સત્યની કમાનો ચડાવીએ, નવસેર કસી ભેળાં કરીએ; વામ રે ભરીને ભલકો મારીએ , માંહેલાને મારીને મરીએ રે હો જી . સાધુo કુરુક્ષેત્રમાં એમ લડીએ , કેસરિયાં ત્યાં કરીએ રે; શિર સાટે સદ્ગુરુ મળે, તેનો ધોખો ના ધરીએ રે હો જી. સાધુo સ્વર્ગનાં સામૈયાં સંતો આવિયાં, ત્યાં તો અવસાન કળીએ રે; ભૂતનાથચરણે “ અખો ' ભણે, તેજમાં તેજ થઈ મળીએ રે હો જી. સાધુo ૧૮ (રાગ : દેશી ઢાળ) સંતો ભાઈ રે હાં, સ્વયં પદ તે સાચું રે હો જી; સહજ શૂન્ય શમ્યા વિના, જાણો સર્વે કાચું રે હો જી. ધ્રુવ કાચું મને એવું જાણવું, જેવો અધ-કાચો પારો; શુદ્ધ નિરાશ થયા વિના, નવ હોય વિસ્તારો રે હો જી. સ્વયંo જોગ, જગન, તીરથ, વૃત-એ કૃત્ય છે મનનું; મન ઊગે સર્વે ખરું, મન બીજ છે તનનું રે હો જી. સ્વયં બીજ બળે નહીં જ્યાં લગી, ત્યાં લગી ઊગે; થયાને સ્થિરતા નહીં, ક્રે તે જુગ જુગે રે હો જી. સ્વયંo અનુભવ એવો કીજીએ, જેણે મનની જડ જાયે; મન મૂવા પછી માનવી, વસ્તુરૂપે થાયે રે ! હો જી. સ્વયં સાધન એવું રે સાધવું, અણલિંગીની આશે; મહાપુરુષ મુક્ત હુવા તે તો એ જ અધ્યાસે રે હો જી. સ્વયં તત્ત્વજ્ઞાની સ્વયં તત્ત્વને એણી પેરે જાણે ! અખો’ સમજીને ત્યાં શમ્યો, જેને વેદ વખાણે રે હો જી. સ્વયંo નહિ વિઘા, નહિ વચનબલ, નહિ ધીરજ ગુણ ગાના | તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન ૧૭ (રાગ : દેશી ઢાળ) સાધુ મારા ભાઈ રે હાં પ્રેમને ભલકે લડિયે રે હો જી. ધ્રુવ મનને મારીને મર્દન કરીએ, કાંઇ એક જરણાંને જરીએ રે; શીલ-સંતોષ ધારણ ધરી, સંતોના ચરણોમાં વસીએ રે હો જી. સાધુ આયુધ બાંધી ના થઈએ આકળા, સધીરા સધીરા ચાલીએ રે; દિલ રે સામાં ડગલાં ભરી, ભૂપતશું રે મળીએ રે હો જી. સાધુ થકી નાવ ભવદધિ વિષે, તુમ પ્રભુ પાર કરેયા ખેવટિયા તુમ હો પ્રભુ, જય જય જિનદેવ | ભજ રે મના અખા ભગતPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 381