Book Title: Bhaj Re Mana Part 01 Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh Publisher: Shrimad Rajchandra AshramPage 14
________________ ઊગ્યો અનુભવ-એક રે આતમાં, દીઠે ઝળહળ રૂપ અપાર; કામ-ક્રોધ-કલ્પના સઘળી ટળી, છૂટ્ય વિષય તણા વિકાર. સદ્ગુરૂ૦ મોહ, મૃગજળ, માયા ને મમતા, છૂટ્યા સ્વમ તણા રે આચાર; દિલે દરસી દયા ને દીનતા, જ્ઞાન, ભક્તિ, વિવેક, વિચાર, સદ્ગુરૂ૦ સત્સંગ, સંતોષ ને શીલતા, દૃઢ દયા ધીરજ ઘણી ધાર; રાખ્ય આશરો અક્ષરનો ‘ અખા’, જે છે બાવનથી વળી બા '૨. સદ્ગુરૂ૦ ૯ (રાગ : છપ્પા) તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયા, તીરથ ફ્રી ફ્રી થાક્યા ચર્ણ, તોય ન પહોંચ્યો હરિને શર્ણ; કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન. (૧) ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર, સંસ્કૃત બોલ્યાથી શું થયું, પ્રાકૃતથી શું નાસી ગયું ? બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર. (૨) વણ સમજે દાવા-મત ઘણા, પંથ વખાણે પોતાતણા, ટળવું ઘટે ત્યાં સામા થાય, વણ સમજે બહુ વાંકા જાય; હેય વેષને વાધી ટેક, એ અખા કેમ થાયે એક ? (૩) આતમ સમજ્યો તે નર જાતિ, શું થયું ઘોળાં-ભગવા થકી ? બોડે, તોડે જોડે વાળ, એ છે સૌ ઉપલી જંજાળ; પ્રીછીને સંકોડે આપ, તો અખા હરિ જાણે આપ. (૪) દેહ અભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વાર્થે શેર , ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો તો મણમાં ગયો; અખા હલકાથી એમ ભારે થાય, આત્મજ્ઞાન સમૂળગું જાય. (૫) મોટી તાણ છે પંથોતણી , નથી જૂજવી એક છે ધણી, નિજ ઈષ્ટની પાળવી ટેક, સકળ સૃષ્ટિનો અધિપતિ એક; જેમ રાજા એક, પ્રજા જૂજવી, ‘અખા ' એ રીર્ત જુએ અનુભવી. (૬) અશરણકે તુમ શરણ હો, નિરાધાર આધાર મેં ડૂબત ભવસિંધુમેં, ખેઓ લગાઓ પાર ભજ રે મના ૧૦ (રાગ : દેશી ઢાળ) નૂરતસૂરત ચાલી શૂન્યમાં, મહા ધૂચમાં મોહી જી; દેવચક્ષુ થઈ દો જણી, કળા કારમી જોઈ જી. ધ્રુવ નૂરીજન આગે નટડી, નિરાધારે ખેલે જી; સૂરત ન ચૂકે સુંદરી, ધરણી પાવ ન મેલે જી. નૂરતo તર્ણ ત્રિવેણી ત્યાગી કરી, ગુરુગમ પર આઈ જી ; નાથજી આગે નૃત્ય કરી, પદ અમર લખાઈ જી. નૂરતo ગગનમંડળના ગોખમાં, અનહદ નાદ ઘુરાયા જી; માવો વગાડે મીઠી મોરલી, અનભે ઘર પાયા જી. નૂરતo ઓહં સોહંની સીડીએ, સન્મુખ ઊભા છે સ્વામીજી ; કહે ‘અખો ' ગુરુના દેશમાં, આપોઆપ અનામીજી ! નૂરતo ૧૧ (રાગ : દેશી ઢાળ) બ્રહ્મરસ તે પિયે રે, જે કોઈ આપ ત્યાગી હોય જી; ભ્રમણામાં ભૂલે નહિ, એવા તે વિરલા કોક. ધ્રુવ કેસરી રણમાં સંચરે અને હોંકારે મહાવીરજી ; તે ગર્જનાઓ ગજરાજ ત્રાસે, પણ સિંહણ ન છોડે ધીર. એવા શૂરા તે રણમાં સંચરે, જેના ધડ પર ના હોય શિષ જી; ધાર અણીથી ધડકે નહિ, જેને રોમેરોમ જગદીશ. એવા સાત સાયર સે ”જે તરે, જેમ એક અંજલિ નીર જી; બૂડે નહિ તે બિરદ બાંધી, ત્રિવેણીને તીર. એવા સિંહણનું દૂધ જીરવે, જે હોય સિંહણનું બાળ જી; શુદ્ધ કનકના પાત્ર વિણ, તે ફોડી નીસરે બહાર. એવા પૂરા પરમારથી જાણવા, જે સમદર્શી હોય સંત જી; કહે ‘અખો’ મહાતેજ માંહે, તે મળી રહા મહંત. એવા ત્યાગ તો ઐસા કીજીએ, સબ કુછ એક હી બાર સબ પ્રભુ કા મેરા નહી, નિશ્ચય કિયા વિચાર અખા ભગતPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 381