________________
ઊગ્યો અનુભવ-એક રે આતમાં, દીઠે ઝળહળ રૂપ અપાર; કામ-ક્રોધ-કલ્પના સઘળી ટળી, છૂટ્ય વિષય તણા વિકાર. સદ્ગુરૂ૦ મોહ, મૃગજળ, માયા ને મમતા, છૂટ્યા સ્વમ તણા રે આચાર; દિલે દરસી દયા ને દીનતા, જ્ઞાન, ભક્તિ, વિવેક, વિચાર, સદ્ગુરૂ૦ સત્સંગ, સંતોષ ને શીલતા, દૃઢ દયા ધીરજ ઘણી ધાર; રાખ્ય આશરો અક્ષરનો ‘ અખા’, જે છે બાવનથી વળી બા '૨. સદ્ગુરૂ૦
૯ (રાગ : છપ્પા) તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયા, તીરથ ફ્રી ફ્રી થાક્યા ચર્ણ, તોય ન પહોંચ્યો હરિને શર્ણ; કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન. (૧) ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર, સંસ્કૃત બોલ્યાથી શું થયું, પ્રાકૃતથી શું નાસી ગયું ? બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર. (૨) વણ સમજે દાવા-મત ઘણા, પંથ વખાણે પોતાતણા, ટળવું ઘટે ત્યાં સામા થાય, વણ સમજે બહુ વાંકા જાય; હેય વેષને વાધી ટેક, એ અખા કેમ થાયે એક ? (૩) આતમ સમજ્યો તે નર જાતિ, શું થયું ઘોળાં-ભગવા થકી ? બોડે, તોડે જોડે વાળ, એ છે સૌ ઉપલી જંજાળ; પ્રીછીને સંકોડે આપ, તો અખા હરિ જાણે આપ. (૪) દેહ અભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વાર્થે શેર , ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો તો મણમાં ગયો; અખા હલકાથી એમ ભારે થાય, આત્મજ્ઞાન સમૂળગું જાય. (૫) મોટી તાણ છે પંથોતણી , નથી જૂજવી એક છે ધણી, નિજ ઈષ્ટની પાળવી ટેક, સકળ સૃષ્ટિનો અધિપતિ એક; જેમ રાજા એક, પ્રજા જૂજવી, ‘અખા ' એ રીર્ત જુએ અનુભવી. (૬)
અશરણકે તુમ શરણ હો, નિરાધાર આધાર
મેં ડૂબત ભવસિંધુમેં, ખેઓ લગાઓ પાર ભજ રે મના
૧૦ (રાગ : દેશી ઢાળ) નૂરતસૂરત ચાલી શૂન્યમાં, મહા ધૂચમાં મોહી જી; દેવચક્ષુ થઈ દો જણી, કળા કારમી જોઈ જી. ધ્રુવ નૂરીજન આગે નટડી, નિરાધારે ખેલે જી; સૂરત ન ચૂકે સુંદરી, ધરણી પાવ ન મેલે જી. નૂરતo તર્ણ ત્રિવેણી ત્યાગી કરી, ગુરુગમ પર આઈ જી ; નાથજી આગે નૃત્ય કરી, પદ અમર લખાઈ જી. નૂરતo ગગનમંડળના ગોખમાં, અનહદ નાદ ઘુરાયા જી; માવો વગાડે મીઠી મોરલી, અનભે ઘર પાયા જી. નૂરતo ઓહં સોહંની સીડીએ, સન્મુખ ઊભા છે સ્વામીજી ; કહે ‘અખો ' ગુરુના દેશમાં, આપોઆપ અનામીજી ! નૂરતo
૧૧ (રાગ : દેશી ઢાળ) બ્રહ્મરસ તે પિયે રે, જે કોઈ આપ ત્યાગી હોય જી; ભ્રમણામાં ભૂલે નહિ, એવા તે વિરલા કોક. ધ્રુવ કેસરી રણમાં સંચરે અને હોંકારે મહાવીરજી ; તે ગર્જનાઓ ગજરાજ ત્રાસે, પણ સિંહણ ન છોડે ધીર. એવા શૂરા તે રણમાં સંચરે, જેના ધડ પર ના હોય શિષ જી; ધાર અણીથી ધડકે નહિ, જેને રોમેરોમ જગદીશ. એવા સાત સાયર સે ”જે તરે, જેમ એક અંજલિ નીર જી; બૂડે નહિ તે બિરદ બાંધી, ત્રિવેણીને તીર. એવા સિંહણનું દૂધ જીરવે, જે હોય સિંહણનું બાળ જી; શુદ્ધ કનકના પાત્ર વિણ, તે ફોડી નીસરે બહાર. એવા પૂરા પરમારથી જાણવા, જે સમદર્શી હોય સંત જી; કહે ‘અખો’ મહાતેજ માંહે, તે મળી રહા મહંત. એવા
ત્યાગ તો ઐસા કીજીએ, સબ કુછ એક હી બાર સબ પ્રભુ કા મેરા નહી, નિશ્ચય કિયા વિચાર
અખા ભગત