________________
૫. (રાગ : દેશી ઢાળ)
એ ગુરુ સેવીએ રે, જેનું મૂલ, તોલ ન માપ જી; ગુરુને આધ, અંત ને મધ્ય નહિ, તેને થાપ ન ઉત્થાપ ! ધ્રુવ પ્રપંચ થકી પરે રહ્યો, જેમ લોહચમકને ન્યાય જી; જડ હતું એ ગુરુ તણા, સંજોગે ચેતન થાય. જેનું ગુરુનું નામ-ઠામ ને ગામ નહિ, એવો સર્વનો વિશ્વાસ જી; ઉત્પત્તિ-સ્થિતિ-લય ગુરુ વિષે, એ તો કહાવે સદાય અકામ. જેનું ગુરુ મારો નવ અવતરે ! નવ ઘરે ગર્ભે વાસ જી; ઊપજે તે વણસે ખરો, એ તો માયાનો જ વિલાસ. જેનું ગુરુ મહિમા સદાશિવ લહે, વળી સનકાદિક-શેષનાગ જી; શુદ્ધ વિચારે રે'વે ‘અખા', જ્યારે ગુરુ કહે ગુરુ ભાગ, જેનું
૬. (રાગ : દેશગોંડ)
કાગળ સદ્ગુરૂ લખે, એના વિરલા કોઈ વાંચણહાર. ધ્રુવ જ્ઞાન-વૈરાગ્યનો દેહ ધર્યો, માંહે જોગપણાનો જીવ રે;
ભક્તિ-આભૂષણ પહેરિયાં રે, વાકો સેવક દાસ સદેહ. કાગળ
શીલ તણો ખડિયો કર્યાં રે, માંહે પ્રેમ તણી છે શાહી;
કલમ-બુદ્ધિ સત્ છે રે, તેમાં અદ્વૈત આંખ ભરાઈ. કાગળ સૂરત-નૂરતની દોરી લીટી, માંહે વિવેક તણી છે ઓળ; વિચાર-અક્ષર ત્યાં લખ્યા રે, પછી ઉતર્યોં પાટણ પોળ. કાગળ સમજણ કાનો-માતરા રે, માયા ઉપર છે શૂન્ય; તે ઉપર પરિબ્રહ્મ છે રે, તેને નહિ અડે પાપ ને પુણ્ય. કાગળ
જીવપણું જુગતે લહે રે, મન મળી મંડળ ગાય; વણવિચારે અક્ષર લખે રે, કાગળ કોરોને કોરો કહેવાય. કાગળ૦
ભજ રે મના
સાહેબકે ઘરકી કરી, મૈંને ખૂબ તપાસ અજ્ઞાની સે દૂર હે, પ્રભુ જ્ઞાની જનકે પાસ
G
કોટિ પંડિત વાંચી મુઆ રે, પઢી પઢી વેદ-પુરાણ; એક અક્ષર નવ ઊકલ્યો રે, તેમાં થાક્યા છે જાણ-સુજાણ. કાગળ૦ અંધે તે કાગળ વાંચિયો રે, બહેરે તે સુણ્યો કાન; મૂંગાએ ચર્ચા બહુ કરી રે, તેનાં વેદ કરે છે વખાણ. કાગળ અમરાપુરી નિજ ઘટમાં રે, ત્યાં છે તેનો વાસ; કર જોડીને ‘અખો' કહે રે, એવા દુર્લભ મળવા દાસ, કાગળ
૭. (રાગ : દેશી ઢાળ)
ગરવા ગુરુ મળ્યા રે, એવા સત નિરંજન દેવ જી; મિષ્ટ વચન ગુરુદેવનાં, તેનો વિરલા જાણે ભેદ. ધ્રુવ ગુરુને જાતવર્ણ-આશ્રમ નહિ, ને સહેજપણે અવધૂતજી, ગુણ સાથે નહિ યોજના, સ્પર્શે નહિ પંચભૂત. એવા અખિલ જગત ગુરુમાં રહે, અને ગુરુ રહે નિરધાર જી; અન્ય આશ્રિત નહિ ગુરુ વિષે, એ તો રહે પરાને પાર. એવા૦ એ આશ્ચર્ય ગુરુનું ઘણું, જે અરૂપી ને અણલિંગ જી; સ્વભાવે સાક્ષી તે સદા, પ્રતિબિંબ પાંચે રંગ. એવા સામર્થ્ય સઘળે રહે, અને સ્વયં રહે સંત પાસ જી; ત્યાં મેળવો ‘અખા' માહરો, એ તો સ્વયં મળે અવિનાશ. એવા
૮. (રાગ : ધોળ)
જી રે આજ આતમ ઓળખાવિયો, સદ્ગુરુજીએ કીધી સા’ય જી રે; પરવૃત્તિ મુકાવી રે પરહરી, નિરવૃત્તિ ઠેરાવી ઠાર. ધ્રુવ સદ્ગુરુજીએ મંત્ર જ આપિયો, મારા કર્ણદ્વાર-મોઝાર; ગુરુજ્ઞાન-દીપક કર્યો ગોખમાં, મારા હૃદયકમળની માંય. સદ્ગુરૂ૦
અબ તું કાહે કો ડરે, શિર પર હરિકા હાથ હસ્તી ચઢકર ડોલયે, કુકર ભસે જો લાખ
to
અખા ભગત