________________
૧૨ (રાગ : ધનાશ્રી), મહામતવાળા શ્રીરામ જના, ચઢી ગયો ચિત આપન આપો; સો ફ્રી ન ઊતરત કઈ દિના, મહામતવાળા શ્રીરામ જના. ધ્રુવ સાધી સૂરત નિરતકી નિશ્ચ', આપ ન દેખત ઓર તના; નિરાધાર ઘરની ન ધારે, ચિત્ત ચિદ્રરૂપ ભયા અપના. મહામતo અજબ કળા અચાનક ઉપની, પાર બ્રહ્મરસરૂપ મના; પ્રપંચ પાર સેવક ન સ્વામી, એક હિ ન કહેજો ઘના. મહામતo સ્વપ્ત સાખ દેત નહીં કોઈ, જાગ્રતમેં સબ હોત ફ્લા; અપને બળે ઊડત પંખી, “ અખા' આધાર નહીં અના, મહામતo
૧૪ (રાગ : ખમાજ) શબ્દાતીત નિગમ મુખ ગાવે, સોહંમ હમ-હમ ભીતર બોલે; જાકો જોગેશ્વર ધ્યાન ધરત હય , શબ્દાતીત નિગમ મુખ ગાવે. ધ્રુવ ઉપનિષદ કહત આનંદમય, પ્રકૃતિ-પાર પંડિત બતાવે; જાકુ રટત હય મહા મુનીશ્વર, સો જ્ઞાની ઘર બેઠહિ પાવે, શબ્દાતીતo કોઈ તપ, તીર્થ, વ્રતાદિક રાચો, કો જમના વૃંદાવન ચા’યો; કોઈ ક્ષીરસાગર બહુ વિદ્યાદી , સોઈ સાધનસે સાધ્યો ન જાયો. શબ્દાતીતo જૈસે પારસ સ્પર્શે ધાતનકુ, સોહિ સિંધુ સહ નાવતુ નાયો; કહે ‘ અખો' એહિ અકથ કહાની, નહિ કુછ પાયો નાહીં ગુમાયો. શબ્દાતીતo
૧૩ (રાગ : દેશી ઢાળ) વચન વા'લાતણાં રે, એવા જીવપણાં રસરૂપ જી; જેણે ભ્રમ-ભોરિંગ ઊતરે, એવાં સબીજ સસ્વરૂપ. ધ્રુવ જેમ મારણવિદ્યા સંજીવની, તે વચને કરે પ્રવેશ જી; તેમ વચનદ્વારે ગુરુ વય, ત્યાં દ્વૈત નહિ લવલેશ. વચન બાહેર કે અંતરે રહ્યો, એવો જીવે કળ્યો નવ જાય છે; ઘટ-મઠે સઘળે ભર્યો, એ તો શરીર વિના સર્વ થાય. વચન ક્યારે બોલે ? નિજ ઘર રહી, અને ક્યારે બોલે? પરપંચ જી; પણ વચન સમજે ગુરુતણાં , તેને ન લાગે માયાનો અંચ. વચન મુજમાં આવીને માનિયો, ગુરુએ કહ્યો ગુરુ ભાગ જી; ત્યાં ‘અખે’ સાગર ઊલટિયો, નહીં રાગ, નહીં વૈરાગ. વચનો
૧૫ (રાગ : ધોળ) શાં શાં રૂપ વખાણું ? સંતો રે, શાં શાં રૂપ વખાણું ? ચંદ્રને ને સૂરજ વિના મારે, વાયું છે વા 'યું. ધ્રુવ નેનાં રોપ્યાં નિજ ધામમાં, વાજાં અનહદ વાજે; ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે. સંતો નૂરતસૂરતની શેરીએ , અનભે ઘર જોયું; ઝિલમિલ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું. સંતો વિના વાદળ વીજળી, જળસાગર ભરિયું;
ત્યાં હંસારાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું. સંતો માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે; તેની તીરે વસે નાગણી, જાળવજે નહિ તો ખાસ. સંતો ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂળે લાગી; ‘અખો ' આનંદ શું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાંગી. સંતો
ઇસ અસાર સંસારમેં, તારણ તરણ જિહાજ
|| સો મેરે હિરદૈ બસો, ભાવિકે જિનરાજ ભજ રે મના
૧૦)
પરમ પૂજ્ય વીતરાગકો, નમું ચરણ ચિત લાયા શુદ્ધ મનસે પૂજા કરૂ, ઉર મેં અતિ હરષાય
અખા ભગત