________________
૧૬ (રાગ : દેશી ઢાળ) સમજ્યા વિનાનું રે સુખ નહિ જીવને રેજી, એતો અનુભવથી ઓળખાય; પોતાનામાં દરગેરે પોતે જ્યારે આતમા રેજી, ત્યારે હું પદ સહેજે જાય.
ધ્રુવ પારસ વગરનો રે કોઈ પથરો મળે રેજી , તેથી લોહ ફીટી ને કંચન થાય; સગુરૂ વિનારે સાધન જે કરે રેજી, તેથી તેનું જીવ પણું નવ જાય.
સમજ્યા રવિ રવિ કરતાં રે રજની મટે નહિ રેજી, અંધારૂં તો અર્ક ઉગ્યા પછી જાય; રૂદયે રવિ ઉગેરે ગુરૂ ગમ જ્ઞાનનો રેજી, ત્યારે તેને સુખનો સિંધુ જણાય.
સમજ્યા જળ-જળ કરતાં રે તૃષા કદિ ટળે નહિ રેજી , ભોજનના સ્મરણથી ભૂખે ન જાય; પ્રેમરસ પીતારે તુરત તૃષ્ણા મટે રેજી , તેને મહા આનંદ નિધિ ઉભરાય.
સમજ્યાd દશ મણ અગ્નિરે લખે કોઈ કાગળે રેજી, એ કાગળીઓ રૂ માંહે લઈને મૂકાય; લખેલા અંગારે રે રૂઈ નથી દાઝતું રેજી, રતી એક સાચી જો આગ પ્રગટાય.
સમજ્યા અવિધા ટળે છે રે અનહદ ચિંતવે રેજી, એહ વાણી રહિત છે રે વિચાર; જે જે નર સમજ્યારે તે તે શમી ગયા રેજી , અખો કહે ઉતરશે ભવ પાર.
સમજ્યા
શિશ રે પડે વીરા ધડ લડે, શૂરા ભડ સાથે ભડીએ રે; રહેવું કાજળતણી કોટડી, ડાઘ અડવા ન દઈએ એ હો જી. સાધુo ધીનો ઘડો રે અગ્નિ ધરીએ, પરજળવા ન દઈએ; પાંચે તો કળાઓ માંહેલી વશ કરીએ, છૂટે છેડે ક્રીએ રે હો જી. સાધુo સત્યની કમાનો ચડાવીએ, નવસેર કસી ભેળાં કરીએ; વામ રે ભરીને ભલકો મારીએ , માંહેલાને મારીને મરીએ રે હો જી . સાધુo કુરુક્ષેત્રમાં એમ લડીએ , કેસરિયાં ત્યાં કરીએ રે; શિર સાટે સદ્ગુરુ મળે, તેનો ધોખો ના ધરીએ રે હો જી. સાધુo સ્વર્ગનાં સામૈયાં સંતો આવિયાં, ત્યાં તો અવસાન કળીએ રે; ભૂતનાથચરણે “ અખો ' ભણે, તેજમાં તેજ થઈ મળીએ રે હો જી. સાધુo
૧૮ (રાગ : દેશી ઢાળ) સંતો ભાઈ રે હાં, સ્વયં પદ તે સાચું રે હો જી; સહજ શૂન્ય શમ્યા વિના, જાણો સર્વે કાચું રે હો જી. ધ્રુવ કાચું મને એવું જાણવું, જેવો અધ-કાચો પારો; શુદ્ધ નિરાશ થયા વિના, નવ હોય વિસ્તારો રે હો જી. સ્વયંo જોગ, જગન, તીરથ, વૃત-એ કૃત્ય છે મનનું; મન ઊગે સર્વે ખરું, મન બીજ છે તનનું રે હો જી. સ્વયં બીજ બળે નહીં જ્યાં લગી, ત્યાં લગી ઊગે; થયાને સ્થિરતા નહીં, ક્રે તે જુગ જુગે રે હો જી. સ્વયંo અનુભવ એવો કીજીએ, જેણે મનની જડ જાયે; મન મૂવા પછી માનવી, વસ્તુરૂપે થાયે રે ! હો જી. સ્વયં સાધન એવું રે સાધવું, અણલિંગીની આશે; મહાપુરુષ મુક્ત હુવા તે તો એ જ અધ્યાસે રે હો જી. સ્વયં તત્ત્વજ્ઞાની સ્વયં તત્ત્વને એણી પેરે જાણે ! અખો’ સમજીને ત્યાં શમ્યો, જેને વેદ વખાણે રે હો જી. સ્વયંo
નહિ વિઘા, નહિ વચનબલ, નહિ ધીરજ ગુણ ગાના | તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન
૧૭ (રાગ : દેશી ઢાળ) સાધુ મારા ભાઈ રે હાં પ્રેમને ભલકે લડિયે રે હો જી. ધ્રુવ મનને મારીને મર્દન કરીએ, કાંઇ એક જરણાંને જરીએ રે; શીલ-સંતોષ ધારણ ધરી, સંતોના ચરણોમાં વસીએ રે હો જી. સાધુ આયુધ બાંધી ના થઈએ આકળા, સધીરા સધીરા ચાલીએ રે; દિલ રે સામાં ડગલાં ભરી, ભૂપતશું રે મળીએ રે હો જી. સાધુ
થકી નાવ ભવદધિ વિષે, તુમ પ્રભુ પાર કરેયા ખેવટિયા તુમ હો પ્રભુ, જય જય જિનદેવ |
ભજ રે મના
અખા ભગત