________________
૧૯ (રાગ : સોરઠ ચલતી)
સંતો રે સચ્ચિદાનંદ સ્વામી, પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો; એકલો બહુનામી, સંતો રે સચ્ચિદાનંદ સ્વામી. ધ્રુવ ગિરિ, ગેવર, વન, વાટિકા, પૂરરૂપે પોતે; સાગર, સરિતા, શ્રીહરિ, ભાંગ્યો ભ્રમ જ જોતે, પૂરણ દેવ, દાનવ, માનવ, મુનિ, દો દિશાએ દેખો; અન્ય નથી કોઈ ઈશથી, એમ દ્વૈત ઉવેખો. જગત તે જગદીશ છે, આતમ નથી અળગો;
પૂરણત
ઊંચ-નીચ જે ભાળવું, તે તુંને ભ્રમ જ વળગ્યો. પૂરણ આપેઆપ જ ઉલસિયું, બ્રહ્મ પોતે ભાઈ; વટબીજ જેમ વિલસિયું, જે રહ્યું'તું સમાઈ. પૂરણ
તે ભક્ત તે જ્ઞાનવાન, તે પંડિત છે સાચા;
તે છે દેવ, ઋષિ, મુનિ, જેની બ્રહ્મમય વાચા. પૂરણ
ધ્યેય, ધ્યાતા એક ધામમાં, કરે બ્રહ્મ કલોલ;
આત્મસિંધુ માંહે ‘અખા' કરો ઝાકમઝોલ. પૂરણ
૨૦ (રાગ : ભૈરવી)
સંતો બાત બડી મહાપદકી;
શબ્દ શયાન કછુ નહીં લાગત, ઐસી સ્થિતિ બેહદકી. ધ્રુવ દ્વંદ્વાતીત દ્વૈતસો ભાસે, કહા કહૂ કો બિંધકી; આપ અવાચ્ય કરી બોલત, અજબ કલા મહાનિધી. સંતો જહાં કહ્યું નાહિં તાહિમેં તકિયા, હામ નહિ જહાં હદકી; શબ્દાતીત સૂકી લગની, ચોજ ગ્રહી ચિદ્ઘનકી. સંતો
ભજ રે મના
રામ નામકે જાપ કા, નિકલા યહ પરિણામ દિલ મેં શ્રદ્ધા ચાહિયે, મરા કહો યા રામ
૧૪
ગ્રાહક ઘ્રાણગ્રાહ્ય નાહિ તામે, વાણ્ય ખૂટી જહાં શ્રુત્યકી; રૂપ-અરૂપી આપ ‘અખા' હે, બૂજ પડી એ ગધકી. સંતો
૨૧ (રાગ : દરબારી)
સંતો ભાઈ રે સમજણ કી એક બાત,
સમજ્યા સોઈ નર ફેર ન બોલ્યા - છોડ દીયા સકળ ઉધમાત. ધ્રુવ આપ ન સમજે ઓરનકુ સમજાવે, રાતદિવસ ગુણ ગાય; પર મંદિરિયે જઈ જ્યોત્યું જગાવે ભાઈ, ઘેર ઘોર અંધારી રાત. સંતો અજ્ઞાની ને છેડીએ તો સામા અવગુણ લઈ કરે વાત; નુગરાને પરમોદ ન લાગે ભાઈ રે, પથ્થર ઉપર જેમ મારો લાત. સંતો૦ મૂરખો શું જાણે ? મનખો મહા મળિયો; ખર જેમ નાગરવેલ ખાય; દૂધ પાઈને વશિયેર ઉછેર્યો ભાઈ રે, પણ મુખડાનું ઝેર ના જાય. સંતો સદ્ગુરુને બાળકે તો પારસ સ્પર્શો, ભાઈ રે પારસમણિ એને હાથ; ભૂતનાથને ભણે ‘અખૈયો', હું પદ ત્યાં નહિ મારો નાથ. સંતો
૨૨ (રાગ : દેશી ઢાળ)
સંગત એને શું કરે ? ભાઈ શઠને ન આવે સાન. ધ્રુવ પન્નગને પયપાન કરાવે, અમૃત રૂપી આ’ર; તોએ તે વિષ છાંડે નહીં, સામા કોટી વાઘે વિકાર. સંગત તીખાં રહે કપુર મધે, સદાયે ભેલો વાસ; તોએ તીખાસ ટળે નહીં, એની બુદ્ધે ન લાગે બરાસ. સંગત દુર રહે તો જળમાં નિત્યે, નિકટ કમળની પાસ; ક્લોલ કરતો કીચશું, એને ન આવી કમળની વાસ. સંગતo
રામ રસિક અરૂ રામ-રસ, કહત સુનનકો દોઈ જબ સમાધિ પરગટ ભઈ, તબ દુબિધા નહિ કોઈ
૧૫
અખા ભગત