Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 6
________________ પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈનો સંક્ષિપ્ત પરિચય છેલ્લાં ચાળીસ વર્ષથી પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્યસર્જન કરીને ડો. કુમારપાળ દેસાઈએ માત્ર રાજ્ય કે રાષ્ટ્રમાં જ નહીં, બલ્ક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા સંપાદિત કરી છે. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા અને સંસ્કૃતિવિચારક તરીકેનું એમનું વ્યક્તિત્વ ચોપાસ માનવીય ભાવનાઓ અને આધ્યાત્મિક અભિપ્સાઓની સુવાસ ફ્લાવતું રહ્યું છે. સાહિત્યમાં ચરિત્ર , વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય, નવલિકા, ધર્મદર્શન વગેરે વિશે એકસોથી વધુ ગ્રંથો લખનાર ડો. કુમારપાળ દેસાઈનાં પાંચ પુસ્તકોને કેન્દ્ર સરકારનાં અને ચાર પુસ્તકોને ગુજરાત સરકારના પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. એમના અંગ્રેજીમાં લખાયેલાં દસ પુસ્તકોમાંથી ‘Glory of Jainism', 'Tirthankar Mahavira', Pinnacle of spirituality' મહત્ત્વનાં છે. ‘મહાયોગી આનંદઘન’ વિશે ચારસો હસ્તપ્રતોનું સંશોધન કરીને મહાનિબંધ લખી, પીએચ.ડી.ની પદવી મેળવનાર ડો. કુમારપાળ દેસાઈએ વિશે ત્રણ પુસ્તકો લખ્યાં છે. અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે. ગુજરાતી ભાષામાં તૈયાર થતાં સર્વપ્રથમ જનરલ એન્સાયક્લોપીડિયા ગુજરાતી વિશ્વકોશના એ ટ્રસ્ટી અને રાહબર છે, | ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્ય ભવનના ડિરેક્ટર અને આર્ટસ ફેલ્ટીના ડીન તરીકે નિવૃત્ત થયેલા ડો. કુમારપાળ દેસાઈ ૩૮ વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. એમના માર્ગદર્શન હેઠળ પંદર વિધાર્થીઓએ ડોક્ટરેટની પદવી મેળવી છે. ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ અને જૈનદર્શન એમ જુદા જુદા ત્રણ વિષયોમાં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. છેલ્લાં ચાળીસ વર્ષથી તેઓ પત્રકારત્વક્ષેત્રે પણ આગવું પ્રદાન કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશેનાં એમનાં પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઈંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપુર, બેલ્જિયમ, હોગકોગ વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમનાં વ્યાખ્યાનોએ વ્યાપક જિજ્ઞાસા જગાડી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના ટ્રસ્ટી અને કો-ઓર્ડિનેટર છે, સમાજ, ધર્મ અને રાષ્ટ્રને ઉપયોગી કામગીરી કરતા ડો. કુમારપાળ દેસાઈ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સાહિત્યિક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. મુંબઈમાં ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપેયીના હસ્તે સમગ્ર વિશ્વના ૨૬ પ્રતિભાવાન જનોને એવોર્ડ મળ્યો હતો. તેમાંના એક ડો. કુમારપાળ દેસાઈને * જૈન રત્ન 'ના એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેઓને હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિખ્યાત સાહિત્યકાર શ્રી જયભિખ્ખના સુપુત્ર ડો. કુમારપાળ દેસાઈએ એમની બહુમુખી પ્રતિભા દ્વારા અનેકવિધ ક્ષેત્રોમાં આગવી નામના અને ચાહના સંપાદિત કરી છે. પ્રજાસત્તાક પર્વના દિવસે ભારત સરકાર તરફથી ડો. કુમારપાળ દેસાઈને શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલાં કાર્યો માટે ‘પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. ઘણાં વર્ષો બાદ ભારત સરકારે શિક્ષણ અને સાહિત્યમાં કાર્ય કરતી ગુજરાતની પ્રતિભાને ‘પદ્મશ્રી 'થી પોંખી છે, આ રીતે અનેક ક્ષેત્રોમાં જ્વલંત પ્રગતિ સાધનાર અને સમાજને સાહિત્યસર્જન, પત્રકારત્વ તથા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોથી આદર્શ પૂરો પાડનાર આ વ્યક્તિને હૃદયથી અભિનંદીએ , - મુકુંદ શાહ તંત્રી : નવચેતન ભજ રે મના ભજ રે મના

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 381