Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 7
________________ શુભેચ્છા સંદેશ સ્નેહી શ્રી હર્ષદભાઈ, સપ્રેમ નકાર, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં સેવા-સાધનામાં સમર્પિત રહી, આપણા સાંસ્કૃતિક ભજન-વારસાને સંગ્રહ સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવાનો આપનો પાવન ઉમંગ પ્રશંસનીય છે. ભારતીય સંત-કવિ-મહાત્માઓના અંતરે આનંદની પ્રસાદીરુપ આ ભજનો આટલી વિપુલ માત્રામાં સંકલિત કરીને તમે ભક્તિસરિતામાં પૂર લાવી દીધાં છે. પુસ્તક પ્રકાશનના દિને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ દ્વારા પ્રગટ થનાર આ ‘મજ રે મના' ભક્તિ પદ સંગ્રહ માટે શુભેચ્છા પાઠવું છું. મહાત્મા મંદિર બાબતે આપના સહકાર પ્રદાન નિવેદન માટે ધન્યવાદ. હૈયાની વાત... - ભક્તિ એ અંતરની એક પવિત્ર યાત્રા છે, ભીતરમાં સમાઈ જવાની એક કલા છે, અંતરનો. એક હાર્દિક ભાવ છે અને આવા ભાવસહિત શબ્દ અને સૂરનું જ્યારે અદ્વૈત રચાય છે, ત્યારે એક અજબ પ્રકારની ભાવ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિમાત્રની ચેતનામાં પ્રેમાનંદનો સંચાર કરી દે છે અને એવો સંતોની કૃપાપ્રસાદીરૂપ આનંદ નાનપણથી જ મને મળતો રહ્યો છે. ગુઢ રહસ્યોથી ભરેલા એ ભજનોના ભેદક સૂર આજે પણ હૃદયને ઝંકૃત કરી દે છે, પ્રેમ અને ઉલ્લાસથી ભરી દે છે. મિત્રો ! ‘ભજ રે મના' નામક આ દળદાર ભક્તિપદસંગ્રહના સંકલનમાં હું તો માત્ર નિમિત્ત જ છું. આ ઉન્નત કાર્યમાં ઘણાં સંતોના આશીર્વાદ અને સજ્જનોની પ્રેરણા મળેલી છે. અનેક ભજનિકોના સાન્નિધ્યમાં ભક્તિરસ માણ્યા પછી ઉમેરવા. જેવી ઘણી માહિતી આમાં એકત્રિત કરી છે અને એ જ આ નૂતન ભક્તિપદસંગ્રહની વિશેષતા અને હેતુ છે. સામાન્યત: ‘બહુરત્ના વસુંધરા:'થી સુશોભિત ભારતની આ પવિત્ર ભૂમિ પર અનેક જ્ઞાની-ભક્ત-કવિઓનું અવતરણ થતું જ રહ્યું છે. તેમની અનવરત વહેતી અનુભવવાણીનો પ્રકાશ કરતી કાવ્ય-પદ્ય રચનાઓને સંગઠિત કરવામાં આવે તો કદાચિત્ સાગરની ઉપમા પણ ઓછી પડે – એમ સંક્લન દરમિયાન અન્વેષણ કરતા મને જણાયું છે. અહીં તો મારી અલ્પ શક્તિ-ભક્તિ પ્રમાણે તે હૃદયંગમ પદ્ય રચનાઓ પૈકીં કિંચિત્ માત્ર રચનાઓનું સંકલન કરી ગાગરમાં સાગર ભરવાની બાળચેષ્ટા કરી છે. પરમાર્થ માર્ગમાં અંતરવિશુદ્ધિ અનિવાર્ય છે અને તે વિશુદ્ધિ પ્રાપ્ત થાય તો જ અંતરસ્થિરતા પ્રાપ્ત થઈ શકે અને ક્રમશઃ પરાભક્તિ પરિણમે, માટે આવા પરમકલ્યાણને કેન્દ્રમાં રાખી, મધ્યસ્થભાવે આ ભક્તિપદોની પસંદગી કરી છે. જેમાં રચનાકાળ તેમજ ભાષાની દૃષ્ટિએ પણ ગુણવત્તા જાળવવાનો પ્રયાસ કર્યો છે. વર્તમાન દેશકાળને ધ્યાનમાં રાખી આ સંકલન સર્વગ્રાહ્ય અને લાભદાયી થાય એવા પ્રયત્ન સહિત આનું વિભાજન દેવ-ગુરૂ-ધર્મની આશ્રયભક્તિ, પ્રેમભક્તિ, વૈરાગ્ય અને તત્ત્વખેરભક્તિ આદિ અનેક પ્રકારે કર્યું છે. 74 8318 | (નરેન્દ્ર મોદી) પ્રતિ શ્રી હર્ષદભાઈ લીલાચંદભાઈ પંચાલ, શ્રીમદ્ રાજચંદ્ર નાધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા સર્કલ પાસે, ગાંધીનગર ૩૮૨ 09 નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી, ગુજરાત રાજય ભજ રે મના વ- ૧૩) ભજ રે મના

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 381