Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 3
________________ અમીત શાહ (ડ્રીમ ડીઝાઈન), સમગ્ર મુફ રીડીંગ કરનાર શ્રી હર્ષદભાઈ પંચાલ તેમજ મુખપૃષ્ઠ સજાવટ અને મુદ્રણ-પ્રસિદ્ધિ કરી આપનાર કુ. લીનાબેન આર. મહેતા (કારીગરી)ના પ્રેમપરિશ્રમનું અનુમોદન કરતાં અતિ પ્રસન્નતા અનુભવીએ છીએ. જય પ્રભુ ! જય જિનેન્દ્ર ! સંવત ૨૦૬૭, આસો વદ - ૧, ગુરૂવાર તા. ૧૩-૧૦-૨૦૧૧ વિનીત, ટ્રસ્ટીગણ શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર રાજનગર (કુકમા), જિ. કચ્છ જ્ઞાનાનંદી પરમ પૂજ્ય સાહેબશ્રી ગાંગજીભાઈ મોતા (શ્રીજી પ્રભુ )ના શુભાશિષ. પ્રાપ્ત કરી શ્રી હર્ષદભાઈ પંચાલે આ ‘ભજ રે મના' નામક ભક્તિપૂંજને પરમ કૃપાળુ સક્યુરૂદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના ચરણમાં અર્પણ કરેલ છે. પોતાપણું પ્રગટાવી એની સુવાસને ભજન , ભક્તિ , ધૂન, સ્તુતિ અને પ્રાર્થના રૂપે શબ્દાંતિ કરનારા અનેક નામી-અનામી ભક્ત-કવિ, સંત આદિ મહાનુભાવોની કાવ્ય-કૃતિઓમાં પ્રગટ થયેલ ઉર્મીને, આપણા જેવા ભાવિકોના લાભાર્થે સંકલિત કરવાનો આ પ્રેમપરિશ્રમ કરનાર વિરક્ત સાધક શ્રી હર્ષદભાઈ પંચાલને ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાવ્યાસંગી શ્રી હર્ષદભાઈએ અત્યંત મૌલિકપણાથી અને તાત્વિક લક્ષ સહિત, ૧૫૦થી પણ વધુ શાસ્ત્રીય રાગોથી નિબદ્ધ ૨૨૨૨ ભાવવાહી ભક્તિપધ રચનાઓનું સંપાદન, તેની વિભાગીય ગોઠવણ, રચનાકારોનો સચિત્ર ટૂંક પરિચય પ્રસ્તુત કર્યો છે, ૧૩૫૦ જેટલા પૃષ્ઠમાં ૩૪૫ ઉપરાંત પરમપ્રેમી-અધ્યાત્મરસિક રચનાકારોની પધ રચનાઓ આ બે વિભાગમાં સંગઠીત કરી , નિષ્કામ સેવા કરી છે. અધ્યાત્મરૂચિની પ્રેમપુષ્ટિ કરતી આ રચનાઓની તાજગીસભર પસંદગીમાં સંકલનકારનો ઊંડો ભક્તિરસ અને રુચિ પ્રગટ થતાં જણાય છે. પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વાસ્તવિક ચરણસ્પર્શનું સૌભાગ્યા પામેલ ઘરા એટલે, પરમપૂજ્ય શ્રીજી પ્રભુની પરમ કુરણાથી નિર્મિત કચ્છનું કુકમા ગામની નજીક આવેલ રાજનગર (શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર). “રજરજમાં અને કણ-કણમાં દિવ્ય સંપદનો ફ્લાવતું, ઐતિહાસિક કૃતિ પામે એવું શ્વેતવર્ણી પિરામીડ આકારનું બેજોડ સ્વાધ્યાય મંદિર તેમજ દેવવિમાન સમાં જિનમંદિરથી શોભિત ક્ષેત્ર.” આવી પવિત્ર ભૂમિમાં ભક્તિપદોના આ પુસ્તક પ્રકાશનના ઉપક્રમે આશ્રયભક્તિ સિંધુમાં સંસ્થા વતીથી આ છઠું પ્રકાશને સમર્પિત કરતાં ટ્રસ્ટીગણ અતિ આનંદ અનુભવે છે. આ ભક્તિસંગ્રહની સુંદર શબ્દસ્થિતી (ટાઈપસેટીંગ) કરી આપનાર ભાઈશ્રી ભજ રે મના ભજ રે મના

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 381