Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 13
________________ કે કાયમી મૂલ્ય ધરાવતા હતા, શિક્ષણ સંસ્થાઓ, ઉચ્ચ અધ્યાયન-સંશોધનનાં કેન્દ્રો, જેનચર, ઇસ્પિતાલે, પુસ્તકાલય, સંગ્રહાલય વગેરેની સ્થાપના એ ઉજવણીના કાયમી સંભારણરૂપ બની રહેવાની. સ્થાનકમાગી ફિરકાના સંત ઉપાધ્યાયશ્રી અમરમુનિજી મહારાજની પ્રેરણાથી બિહારમાં રાજગૃહીમાં સ્થપાયેલ “વીરાયતન”, તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી મહારાજના માર્ગદર્શનથી રાજસ્થાનમાં લાડનુંમાં સ્થપાયેલ “જૈન વિશ્વભારતી, પંજાબમાં લુધિયાનામાં રચવામાં આવેલ “મહાવીર ફાઉન્ડેશન” અને આસામમાં બનેલ “અહિંસા સમાજ” કાયમી મહત્વ ધરાવતી સંસ્થાઓ તરીકે લાંબા સમય સુધી પિતાની સેવાઓ આપતી રહેશે. આ રીતે તાત્કાલિક અને કાયમી મહત્ત્વવાળા કાર્યક્રમને લીધે, એક વર્ષ કરતાં પણ વધુ સમય સુધી ચાલેલી આ ઉજવણી જંગી કે વિરાટ કહી શકાય એવી બની હતી. અને એને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકારે તથા રાજ્ય સરકારે એ લાખે રૂપિયાને અને બધા ફિરકાના જૈન સંઘે એ પણ ખૂબ ઉદારતાથી પિતાના ધનનો સદ્વ્યય કર્યો હતે. જે ધમપ્રસંગની ઉજવણી આવા વિરાટ અને ભવ્ય રૂપમાં થઈ હોય એની રમૃતિ લાંબા સમય સુધી ટકી રહે અને આપણી ભવિષ્યની પ્રજાને પણ એનું દર્શન કરવાની તક મળે એટલા માટે એની માહિતીને સંગ્રહ કરી લેવાની ભાવના કેઈના અંતરમાં જાગે તે તે ખૂબ આવકારદાયક અને ઉપયોગી લેખાય. - “જૈન” સાપ્તાહિકના તંત્રી ભાઇશ્રી ગુલાબચંદ દેવચંદ શેઠને તથા એમના ત્રણે સુપુત્રો નવિનભાઈ વિનોદભાઈ અને મહેન્દ્રભાઈને આ ઉત્તમ વિચાર આવ્યું અને એને અમલી બનાવવાનો એમણે સંકલ્પ કર્યો અને એ કાર્યને પૂરું કરવાની જવાબદારી એમણે અમને સેંપી, એને લીધે જ આ “ભગવાન મહાવીર ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ માહિતી-વિશેષાંકનું પ્રકાશન શકય બન્યું છે. આ કાર્ય નિમિતે, ઉજવણીની સ્મૃતિને ટકાવી રાખવાના અદના પ્રયાસરૂપે, આ મહોત્સવના સહભાગી બનવાની ઉત્તમ તક અમને આપેલા બદલ અમે શ્રી ગુલાબચંદભાઈનો હૃદયથી આભાર માનીએ છીએ. પણ આ કાર્ય કંઈ નાનું સૂનું ન હતું. સાગર કિનારે બેઠા બેઠા નિઃસીમ મહેરામણમાં પળે પળે ઊઠતા અને વિલીન થઈ જતા તરંગોની ગણતરી કરવા જેવું કે ધરતી ઉપર રહ્યા રહ્યા, ઉનંગ હિમાલયની ઊંચાઈનો તાગ મેળવવા જેવું અતિ કપરું એ કામ હતું, અને અનેક વ્યક્તિઓ અને શક્તિઓનો સાથ મળે તે જ અલ્પ-સ્વલ્પ પ્રમાણમાં પણ થઈ શકે એવું અસાધારણ રીતે મેટું આ કાર્ય હતું. આ પ્રસંગની ઉજવણી દેશભરમાં તથા અમુક પ્રમાણમાં વિદેશમાં પણ એટલા બધા વ્યાપક રૂપમાં થઈ હતી કે એની વિગતવાર માહિતી કેવી રીતે મેળવી શકાશે એ એક માટે કોયડો હતે. પણ અમે આ કાર્યની જવાબદારી સ્વીકાર કર્યો હતે એટલે, વધુ વિચાર કે વિમાસણમાં કાળક્ષેપ કર્યા વગર, એને પૂરી કરવાનું શક્ય બધે પ્રયત્ન કરે એ જ હવે અમારું કાર્ય હતું. આ કાર્યની શરૂઆત રૂપે જેમની જેમની પાસેથી આ ઉજવણી સંબંધી માહિતી મળવાની શક્યતા હતી એવી વ્યકિતઓને તેમ જ શ્રીસંઘ, સંસ્થાઓ અને શ્રમણભગવંતને હજારે પરિપત્રો મેકલીને અમને સહાય કરવા અમે વિનતિ કરી. જે જે અખબાર, સામયિકે અને પત્રિકાઓ વગેરેમાંથી માહિતી મળી શકે એમ હતી એ પણ મોટા પ્રમાણમાં એકત્ર કરી. આ પ્રસંગની બને તેટલી વધારે છબીઓ મેળવાને પણ અમે પ્રયાસ કર્યો. એ બધાના દેહન, સંકલન અને સંપાદનનું જે પરિણામ આવ્યું તે ૪૪૦ ઉપરાંત પૂછો અને બહુરંગી - તથા એકરંગી મળીને ૩૬ ઉપરાંત ચિત્રોથી સમૃદ્ધ બનેલ આ વિશેષાંકરૂપે અમારા વાચકે અને જિજ્ઞાસુ મહાનુભાવ સમક્ષ રજૂ કરતાં અમને આનંદ થાય છે. આમાં સંગ્રહીત કરવામાં આવેલી માહિતી સંપૂર્ણ છે અથવા વ્યાપક ઉજવણીના ઘણું મોટા માતા વિશેષાંક ] [ અગિયાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 530