Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 11
________________ ભગવાન મહાવીરના મહાનિવણના પચીસમા વર્ષને અવસર આવે જ ધર્મની વ્યાપક પ્રભાવના કરવાના વિશિષ્ટ ધમકતવ્યનું પાલન કરી બતાવીને પોતાના જીવન અને ધર્માનુરાગને કૃતાર્થ બનાવવાને અતિ વિરલ અને પ્રબળ પુણ્યદયે જ પ્રાપ્ત થઈ શકે એ સેનેરી અવસર હતું. અને એ અવસરની ઉજવણી પણ એની મહત્તા અને અપૂર્વતાને અનુરૂપ જ થઈ એ જોઈને હૃદય ખુબ પુલકિત અને રાજી થઈ જાય છે. આ ઉજવણીની હકીકત ઉપરથી સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે આ નિવણ મહોત્સવ રાષ્ટ્રીય ધરણે, બધા જેને ફિરકાના સંયુક્ત ધોરણે, પ્રત્યેક જૈન ફિરકાના પિતાના ધોરણે, અમુક પ્રમાણમાં પ્રજાકીય ધોરણે તેમ જ કેટલાક પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય ધોરણે—એમ પાંચે ધરણે ખૂબ વિશાળ પાયા ઉપર ઊજવવામાં આવ્યું હતું. એમ કહી શકાય કે કાશ્મીરથી લઈને છેક કન્યાકુમારી સુધી અને દરપૂર્વની આ સામની ધરતીથી શરૂ કરીને તે છેક ભારતના પશ્ચિમ કિનારા સુધીના સીમાડા ભગવાન મહાવીર અને અહિંસાપ્રધાન જૈન સંસ્કૃતિના જયનાદથી ગુંજી ઊઠયા હતા. અને આ જયનાદને ગાજતે કરવામાં ભિન્ન ભિન્ન ધર્મ અને તેમના ધર્મપુરુષ, રાજપુરુષ અને સામાન્ય પ્રજાજનોએ એક સરખા ઉલ્લાસથી ફળે અવે હતું, એ આ ઉજવણીની વિરલ વિશેષતા હતી. વળી, આ ઉજવણીના કાર્યક્રમોમાં પણ કેટલી બધી વિવિધતા અને વિશાળતા હતી ! ધમ અને જ્ઞાતિના ભેદભાવ વગર, આબાલવૃદ્ધ બહેનો તથા ભાઈઓએ કેવા ઉમંગથી એમાં ભાગ લીધે હતે ! આ બધું જોઈને તે જાણે એમ જ લાગતું હતું કે ભગવાન તીર્થંકરની સમભાવની, વીતરાગપણની, અહિંસાની, વિશ્વમૈત્રીની તેમ જ સમવસરણની ભાવના સજીવન થઈ રહી છે. આ ઉજવણીના ધમના દ્વારે ન કેઈની કશી શેક-ટેક કે ઉપેક્ષા થતી હતી કે ન કોઈને જાકરે કે તિરસ્કાર મળસે હતે. તેથી જ તે ભ૦ મહાવીરના ધમતીથનો સર્વત્ર જયનાદ થતે સંભળાય હતે. આ ઉજવણીના કાર્યક્રમોના આકાર-પ્રકારની વિવિધતા તે ખરેખર, હેરત પમાડે એવી હતી. આ રહી એની થોડીક વિગતે– કેર ઠેર સભા, સરઘસે, પ્રભાતફેરીઓ, ધર્મયાત્રાઓ [વરડા], સ્નાત્ર મહોત્સ, વિવિધ જાતનાં મહાપૂજન, પૂજા અને ભાવનાઓ યોજવામાં આવ્યાં હતાં. | વકતૃત્વ, નિબંધલેખન, ચિત્રકલા અને સંગીતની જુદી જુદી કક્ષાની ઈનામી હરીફાઈઓ ગઠવવામાં આવી હતી. આમાં દિલ્લીની મહાસમિતિ તરફથી જે નિબંધલેખન-સ્પર્ધા યોજવામાં આવી હતી તે બધી સ્પર્ધાઓમાં શિરમોર સમી, ઘણી મોટી અને મહત્વની હતી, અને એમાં આઠ હજાર રૂપિયાના રોકડ ઈનામ આપવામાં આવ્યાં હતાં. અનેક સ્થાનમાં જૈન સંસ્કૃતિ, તત્વજ્ઞાન, ઈતિહાસ, શિલ્પ-સ્થાપત્ય જેવા વિષયેની વિદ્વાનની જ્ઞાનગોષ્ઠિઓ (પરિસંવાદ), કવિસમ્મલને રંગેની પ્રદશન તથા પ્રદર્શનનું આજના કરવામાં આવ્યું હતું. D શિકારબંધી તથા કતલખાનાબંધીની ઘોષણથી અમારિ (અહિંસા)નું પ્રવર્તન કરવામાં આવ્યું હતું. તથા ભગવાન મહાવીરની કરુણદૃષ્ટિથી પ્રેરાઈને કયાંક ક્યાંક કેદીઓની સજા ઘટાડવામાં આવી હતી. કેટલાક કેદીઓને છેડી મૂકવામાં આવ્યા હતા, અને ફાંસીની સજા પામેલ કેદીઓની ફાંસીની સજા રદ કરીને એમને બીજા કેદીઓ જેવા ગણવામાં આવ્યા હતા. ગરીબેને તથા અશક્તાને ભજન, મીઠાઈ તથા નાસ્તાને પડીકાં અને ઈસ્પિતાલમાં દર્દીઓને ફળો વહેંચવામાં આવ્યાં હતાં. D નિર્વાણ મહોત્સવની યાદમાં જુદી જુદી જાતના ચાંદીના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા તથા ભગવાનની નિવણભૂમિ પાવાપુરી તીર્થના જળમંદિરની છાપવાળી ખાસ ટપાલની ટિકિટ પ્રગટ કરવામાં આવી હતી. માહિતી વિશેષાંક ] Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 530