Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 12
________________ છે. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની તેમ જ જરૂરવાળાં સ્થાનોમાં વિદ્યા થીઓ તથા કન્યાઓ માટે છાત્રાલયની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. U ઉચ્ચ અધ્યયન-સંશોધનનાં કેન્દ્રો તથા કેટલાંક વિશ્વવિદ્યાલયમાં જૈનાચેરની સ્થાપના કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા. | નવાં પુસ્તકાલય તથા સંગ્રહાલય સ્થાપવાને તથા કેટલાંક વિદ્યમાન પુસ્તકાલયે તથા સંગ હાલમાં જૈન વિભાગે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યે હતે. નાનાં-મોટાં, જુદા જુદા વિષયને લગતાં અને જુદી જુદી ભાષામાં લખાયેલાં સેંકડે પુસ્તકે, ઉચ્ચ કેટીના ચિત્રસંગ્રહે, અનેકાનેક સામયિકેના સમૃદ્ધ અને સચિત્ર વિશેષાંકે તેમ જ જુદા જુદા પ્રદેશોના દૈનિકમાં પૂતિઓ બહેળા પ્રમાણમાં પ્રગટ કરવામાં આવ્યાં હતાં. નૃત્ય-નાટિકાઓનું આયોજન, જૈન તીર્થો સંબંધી દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ અને આકાશવાણુને દિલ્લી તેમ જ બધાં રાજ્યનાં કેન્દ્રો ઉપરથી જેન ભજનો તેમ જ જૈન ધર્મના જુદા જુદા વિષયને લગતા વાર્તાલાપનું પ્રસારણ–આ બધાને લીધે આ ઉજવણું ખૂબ આકર્ષક અને રસદાયક બની હતી. ઉજવણી દરમ્યાન ધર્મચકોનું પરિભ્રમણ દેશભરમાં થયું હતું અને તપ, જપ, ધ્યાન, અનુષ્ઠાન જેવી ધર્મક્રિયાઓ પણ મેટા પ્રમાણમાં ઠેર ઠેર થઈ હતી. --આ બધા ઉપરથી એમ જ લાગે છે કે છેલા સવા-દેઢ વર્ષ દરમ્યાન ગણ્યા ગણાય નહીં એટલા બધા કાર્યક્રમે ખૂબ આનંદ-ઉલ્લાસથી ઊજવાયા હતા અને એને લીધે ભગવાન મહાવીરના પચીસમા નિર્વાણ કલ્યાણકની ઉજવણની ભાવના અને ઉજવળતા સર્વત્ર વિસ્તરી રહી હતી. ખરેખર દેવનેય દુલભ કહી શકાય એવી દિવ્ય આ ઉજવણી હતી. ધમની પ્રભાવના માટે રાજ્યાશ્રય કેટલા ઉપગી અને લાભકારક બની શકે છે, તે આ પ્રસંગે પણ જોઈ શકાયું હતું હતું. અને ઉજવણી જેવી જ હેરત અને આહ્લાદ પમાડે એવી હતી આ ઉજવણી નિમિતે જૈન સંઘના બધા ફિરકાઓ વચ્ચે સધાયેલ ભાઈચારાની અને સહકારની ભાવના. જૈન પરંપરાના અત્યાર સુધીના સુદીર્ઘ સમયમાં પહેલી જ વાર બધા ફિરકાના જૈન સંઘને માન્ય એવાં એક જ જૈન પ્રતીક અને જૈન દવજ નક્કી કરવામાં આવ્યાં હતાં તથા “સમણસુત્ત” નામે જૈન ધર્મના સારરૂપ એક સંગ્રહગ્રંથ તૈયાર કરવામાં આવ્યું હતું. આને પણ આ ઉજવણીની એક મહત્વની સિદ્ધિ જ લેખવી જોઈએ અને એ કાયમને માટે સચવાઈ રહે અને વૃદ્ધિ પામે એવી જાગૃતિ રાખવી જોઈએ. આવા અપૂર્વ અવસરની ઉજવણી ભગવાન મહાવીરના આદશ તથા ભવ્ય જીવન તથા જૈન સંસ્કૃતિના ગૌરવને છાજે એવી સુંદર રીતે થઈ શકે એ માટે કેન્દ્ર સરકારના ધોરણે તથા ૨૧ પ્રાદેશિક સરકારના ધોરણે સમિતિઓની રચના કરીને સરકારી રાહે વ્યવસ્થાતંત્રની જે ફૂલગૂંથણી કરવામાં આવી હતી તે દાખલારૂપ બની રહે એવી હતી. આ ફૂલગૂંથણીને છેક જિલ્લા તથા તાલુકા ધોરણે પણ વિસ્તાર કરવામાં આવ્યું હતું. ઉપરાંત કેન્દ્ર સરકારે રચેલ સમિતિમાંના બધા જૈન ફિરકાઓના સભ્યોની એક વગદાર મહાસમિતિની દિલ્લીમાં રચના કરવામાં આવી હતી. અને આ ઉજવણી માટે ઘણી વખત પહેલાં મુંબઈમાં બનેલ ચારે ફિરકાની સમિતિએ તે આ મહાસમિતિના પૂરક અંગરૂપે મહત્ત્વની કામગીરી બજાવવાની સાથે સાથે સ્વતંત્ર રીતે વિશિષ્ટ પ્રકારની કાર્યવાહી કરીને ઉજવણીને અનુરૂપ વાતાવરણ પણ સારા પ્રમાણમાં તૈયાર કર્યું હતું. વળી એણે સાહિત્ય પ્રકાશનની દિશામાં પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ મહત્સવની ઉજવણીરૂપે જે કાર્યક્રમ જવામાં આવ્યા હતા એમાં કેટલાક તાત્કાલિક ઉપગિતા ધરાવતા હતા, તે કેટલાક રચનાત્મક કાર્યો કે સેવા પ્રવૃત્તિઓની જેમ સ્થાયી એટલે દસ]. [માહિતી વિશેષાં ; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 530